અમરેલી

જિલ્લામાં તા. ૩ અને ૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ તમામ બુથ ખાતે બી.એલ.ઓ વાંધા-હક્ક દાવા અરજીઓ સ્વીકારશે

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની વખતો વખતની સૂચના અનુસાર તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુઘારણા-૨૦૨૬ની કાર્યવાહી તા.૨૮.૧૦.૨૦૨૫ થી શરૂ થઇ તા.૧૭.૦૨.૨૦૨૬ સુઘી ચાલુ રહેનાર છે.

આગામી તા.૦૩.૦૧.૨૦૨૬ (શનિવાર) તથા તા.૦૪.૦૧.૨૦૨૬ (રવિવાર)ના રોજ તમામ બુથ લેવલ અઘિકારીઓ મતદાન મથકો ખાતે હાજર રહી મતદારો દ્વારા રજૂ થતા વાંઘા-હકક દાવા અરજીઓ સ્વીકારશે. જે મતદારોનું નામ દાખલ કરવા માટે ફોર્મ-૬, નામ કમી કરવા ફોર્મ-૭ તથા અન્ય સુઘારા માટે ફોર્મ-૮ મતદારો તેમના મતદાન મથકો ખાતે ભરી શકશે. આથી જિલ્લામાં કોઇ લાયક મતદાર મતદાનનાં અઘિકારથી વંચિત ના રહે તે માટે મતદારયાદીમાં પોતાનું નામ અવશ્ય નોંઘાવી લોકશાહીમાં પોતાનું પ્રદાન કરવા અનુરોઘ છે.

તા.૦૪.૦૧.૨૦૨૬ (રવિવાર)ના રોજ GPSCની ૫રીક્ષા હોવાના કારણે ખાસ કેમ્પના દિવસે અમરેલી શહેરના આ મુજબના મતદાન મથકોમાં બુથ લેવલ અઘિકારીઓ તેની સામે જણાવેલ કામચલાઉ સ્થળે બેસવાની વ્યવસ્થા કરેલ છે.

(૧) મતદાન મથક નં. ૨૨૧ – મતદાન મથક સ્થળ- અમરેલી-૬૩ (૨) મતદાન મથક નં. ૨૩૮ – મતદાન મથક સ્થળ- અમરેલી-૮૦ (૩) મતદાન મથક નં. ૨૩૯ – મતદાન મથક સ્થળ- અમરેલી-૮૧ (૪) મતદાન મથક નં. ૨૪૩ – મતદાન મથક સ્થળ- અમરેલી-૮૪ જે મતદાન મથક મકાન વિગત મુજબ એસ.એસ.અજમેરા ગર્લ્સ સ્કૂલ ખાતે કાર્યરત હતું તે હવે તા. ૦૪.૦૧.૨૦૨૬ને રવિવારના રોજ કામચલાઉ બેસવાની વ્યવસ્થા મુજબ લીલીવંતીબેન ભીમજીભાઈ પ્રાથમિક શાળા, સિવિલ હોસ્પિટલની સામે અમરેલી ખાતે બેસશે જેની નોંધ ઉપરોક્ત મતદાન મથક અંતર્ગત આવતા તમામ મતદારોએ લેવાની રહેશે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts