લાઠી તાલુકા ના આંસોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રેડક્રોસ અમરેલી ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં સ્થાનિક પદાધિકારીઓ, તલાટી મંત્રી દ્વારા દિપ પ્રાગટ્ય કરી કેમ્પ ચાલુ કર્યો હતો. આંસોદર ગામ ના રક્તદાતાઓ એ બહોળી સંખ્યા માં સ્વયંભુ રીતે ભાગ લઈ અનેક લોકો ની જીંદગી બચાવવા માટે પોતાનું યોગદાન આપ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર. આર. મકવાણા, ડો. રોહિત ગોહિલ, ડો. રેખા સરતેજા, અમૃત પટેલ, ભાવીન રાદડિયા, રજનીકાંત સોલંકી, આરોગ્ય કાર્યકરો અને આશા બહેનો એ જહેમત ઉઠાવી આ કેમ્પ ને સફળ બનાવ્યો હતો. તેમજ આવનારા સમય માં પણ આવી રીતે રક્તદાન કેમ્પ નું આયોજન કરેલ હોય વધુ માં વધુ લોકો તેમાં ભાગ લે તેવી ડો. મકવાણા એ અપીલ કરી હતી.
આંસોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન

Recent Comments