લાઠી સરકારી હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ નું આયોજન
લાઠી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા લાઠી શહેર ની સરકારી હોસ્પિટલ ખાતે રેડક્રોસ અમરેલી ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં લાઠી તાલુકા હેલ્થ ઓફિસર ડો આર આર મકવાણા, ડો. સિન્હા, ડો. મુકેશ સિંહ, ધર્મેશભાઈ સોની, લાઠી ચેતનભાઈ જમોડ, ઉપપ્રમુખ બાબુભાઈ ધોળકિયા, ગુણુભાઈ ગોસ્વામી, નગરપાલિકા ના સભ્યો અને સ્થાનિક આગેવાનો ની ઉપસ્થિતિ માં દીપ પ્રાગટ્ય કરી કેમ્પ નો આરંભ કરાયો હતો. ભારત દેશ ની સુરક્ષા માં હંમેશા તત્પર રહેતા સૈનિકો અને સામાન્ય જનતા ને ઇમરજન્સી માં પણ ક્યારેય લોહી ની અછત ના સામનો ન કરવો પડે તેમજ સગર્ભા માતાઓ અને થેલેસેમીયા ના દર્દી ઓ ની કાયમી લોહી ની જરૂરિયાત ને પહોંચી વળવા ના શુભ આશય થી લાઠી તાલુકા ના રક્તદાતાઓ એ બહોળી સંખ્યા માં સ્વયંભુ રીતે ભાગ લઈ અનેક લોકો ની જીંદગી બચાવવા માટે ૩૫ યુનિટ બ્લડ નુ યોગદાન આપ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર. આર. મકવાણા, આરોગ્ય કાર્યકરો અને આશા બહેનો એ જહેમત ઉઠાવી આ કેમ્પ ને સફળ બનાવ્યો હતો. તેમજ આવનારા સમય માં પણ આવી રીતે રક્તદાન કેમ્પ નું આયોજન કરેલ હોય વધુ માં વધુ લોકો તેમાં ભાગ લે તેવી આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરી હતી.
Recent Comments