આગામી ”પોલીસ સંભારણા દિવસ-૨૧ ઓક્ટોબર“ નિમિત્તે મ્હે. પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે તા.૧૬,૧૭ અને ૧૮ ઓક્ટોબર ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૧) રેડ ક્રોસ સોસાયટી ૨) વેદ બ્લડ બેંક ૩)શાંતાબા ગજેરા બ્લડ બેંક તથા ૪)નવકાર બ્લડ બેંક ના સહયોગથી સમગ્ર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
મ્હે. પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓ દ્વારા અમરેલી જિલ્લાના તમામ નાગરિકો, વિવિધ સંસ્થાના વડાઓ, રાજકીય આગેવાનો, તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા મહાનુભાવોને આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાવા અપીલ કરવામાં આવેલ છે.
ગઈકાલે તા.૧૬/૧૦/૨૦૨૫ ના રોજ મ્હે. પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓ દ્વારા જિલ્લા તાલીમ કેન્દ્ર, પોલીસ હેડ ક્વાર્ટર, અમરેલી ખાતે હાજર રહી બ્લડ ડોનેટ કરી બ્લડ ડોનેશનનો વિધિવત આરંભ કરવામાં આવેલ છે. ગઈકાલે તા.૧૬/૧૦/૨૦૨૫ના રોજ કુલ-૪૮૭ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવેલ હતું.
આજ તા.૧૭/૧૦/૨૦૨૫ના રોજ કુલ – ૪૫૪ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવેલ છે.
આજ તા.૧૭/૧૦/૨૦૨૫ના રોજ ખાંભા પોલીસ સ્ટેશન, વડીયા પોલીસ સ્ટેશન, બગસરા પોલીસ સ્ટેશન, સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન, ડુંગર પોલીસ સ્ટેશન તથા નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
આવતીકાલે તા.૧૮/૧૦/૨૦૨૫ના રોજ ધારી પોલીસ સ્ટેશન, અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન, ચલાલા પોલીસ સ્ટેશન, સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન, વંડા પોલીસ સ્ટેશન,જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન તથા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવનાર છે.
અમરેલી જિલ્લા પોલીસ અમરેલી જિલ્લાના તમામ નાગરિકોને આ યાદગાર પોલીસ સંભારણા દિવસ નિમિત્તે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાવવા આહવાન કરે છે.
“આપણે સૌ માનવતાનું સન્માન કરીએ …
રક્તદાન કરીએ અને જીવનદાન કરીએ”


















Recent Comments