લાઠી તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાવંડ દ્વારા શેખ પીપરીયા ખાતે શાંતા બા મેડિકલ કોલેજ અમરેલી ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં લાઠી તાલુકા હેલ્થ ઓફિસર ડો આર આર મકવાણા, ડો. મુકેશ સિંહ, સરપંચ બાબુલાલ ધાંધલ અને સ્થાનિક આગેવાનો ની ઉપસ્થિતિ માં દીપ પ્રાગટ્ય કરી કેમ્પ નો આરંભ કરાયો હતો. સગર્ભા માતાઓ અને થેલેસેમીયા ના દર્દી ઓ ની કાયમી લોહી ની જરૂરિયાત ને પહોંચી વળવા તેમજ ઈમરજન્સી માં લોહી ની અછત ન સર્જાય તેવા શુભ આશય થી શેખપીપરિયા ગામ ના રક્તદાતાઓ એ બહોળી સંખ્યા માં સ્વયંભુ રીતે ભાગ લઈ રકતદાન કર્યું હતું. પ્રભાત બાંભવા, જયેશ બુધેલા, ચિરાગ હિંગુ, મનોજ બારૈયા આરોગ્ય કાર્યકરો અને આશા બહેનો એ જહેમત ઉઠાવી આ કેમ્પ ને સફળ બનાવ્યો હતો. તેમજ આવનારા સમય માં પણ આવી રીતે રક્તદાન કેમ્પ નું આયોજન કરેલ હોય વધુ માં વધુ લોકો તેમાં ભાગ લે તેવી આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરી હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


















Recent Comments