BoBવર્લ્ડ એપ કેસમાં બેંક ઓફ બરોડાએ ૬૦ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા
બેંક ઓફ બરોડાએ તેના ૬૦ થી વધુ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં ૧૧ આસિસ્ટન્ટ જનરલ મેનેજર (છય્સ્) છે. સસ્પેન્ડ કરાયેલા મોટાભાગના કર્મચારીઓ વડોદરા ઝોનના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કર્મચારીઓનું સસ્પેન્શન બેંક ઓફ બરોડાના મ્ર્મ્ વર્લ્ડ એપ કેસ સાથે સંબંધિત છે. મનીકંટ્રોલના એક રિપોર્ટમાં આ સમાચાર જણાવવામાં આવ્યા છે. બેંક ઓફ બરોડાનો શેર બુધવારે લગભગ ૧ % ના ઘટાડા સાથે રૂ. ૨૦૫.૩૫ પર ટ્રેડ કરી રહ્યો હતો. તાજેતરમાં,
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ, બેંક ઓફ બરોડાને મ્ર્મ્ વર્લ્ડ એપ દ્વારા નવા ગ્રાહકોને ઓનબોર્ડ કરવાનું બંધ કરવા જણાવ્યું હતું.. બેંક ઓફ બરોડાના એક કર્મચારીએ મની કંટ્રોલને એક અહેવાલમાં જણાવ્યું હતું કે, ‘છય્સ્ સ્તરના અધિકારીઓ સ્કેલ ૫ અધિકારીઓ છે. જેઓ સામાન્ય રીતે એરિયા મેનેજર અને ઝોનલ હેડના હોદ્દો ધરાવતા હોય છે. તે ૨૫ થી વધુ શાખાઓના વડાઓના કામ પર નજર રાખતા હોય છે. કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનું પગલું મ્ર્મ્ વર્લ્ડ એપ કેસ ઓડિટના આધારે સુધારણા અભિયાનનો એક ભાગ છે. સસ્પેન્શન લેટરમાં બેંક ઓફ બરોડાએ કબૂલ્યું છે
કે કર્મચારીઓએ ગંભીર ગેરરીતિ આચરી છે. કર્મચારીઓએ ગ્રાહકોના ખાતામાં નંબરો આપ્યા અને પછી ગ્રાહકોની સંમતિ વિના મ્ર્મ્ વર્લ્ડ એપ્લિકેશનની નોંધણી કરી અને તેને રદ પણ કરી.. આ બાબતની જાણકારી ધરાવતા અન્ય એક વ્યક્તિએ જણાવ્યું છે કે, સસ્પેન્ડ કરાયેલા મોટાભાગના કર્મચારીઓ વડોદરા વિસ્તારના છે. તેમણે કહ્યું છે કે, ‘હવે જે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાંથી મોટાભાગના વડોદરા પ્રદેશના છે. ટૂંક સમયમાં સસ્પેન્શનનુ અભિયાન લખનૌ, ભોપાલ, રાજસ્થાન અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હાથ ધરાશે. આ ઉપરાંત અન્ય ઝોનમાં પણ મ્ર્મ્ વર્લ્ડ એપ કેસમાં કસુરવાન કર્મચારીઓને પાણીચુ પકડાવી દેવાશે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીએ મીડિયાને જણાવ્યું છે કે તેમને સસ્પેન્શન સમયગાળા દરમિયાન માત્ર એક જ ત્રિમાસિક પગાર મળશે. તેણે કહ્યું, ‘જાે બેંક તેમને દોષિત માને છે તો તેમને સજા આપી શકે છે અથવા નોકરીમાંથી કાઢી મૂકી શકે છે. જાે તેઓ દોષિત નથી, તો બેંક તેટલા મહિના માટે વળતરનો પગાર ચૂકવશે.
Recent Comments