બોલિવૂડ

સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને બોલિવૂડ સ્ટુડિયો ટી-સીરિઝે કોપીરાઈટની નોટિસ મોકલી

સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને હવે બોલિવૂડ સ્ટુડિયો ટી-સીરિઝે કોપીરાઈટની નોટિસ મોકલવામા આવી છે, કારણ કે, તેના વિશેષ સ્ટેન્ડ-અપ સ્પેશિયલ ‘નયા ભારત’માં મહારાષ્ટ્રના ડેપ્યુટી ઝ્રસ્ એકનાથ શિંદે અને બાદમાં નાણામંત્રી ર્નિમલા સીતારમણ પર બોલિવૂડ ગીતની પૅરોડી બનાવી કટાક્ષ કરતો વીડિયો યુટ્યૂબ પર અપલોડ કર્યો હતો. ટી સીરિઝે યુટ્યૂબ પર કોપીરાઈટના ભંગ બદલ આ વીડિયો બ્લોક કરાવી દીધો છે. કામરાએ સોશિયલ મીડિયા ઠ પર સ્ક્રિનશોટ શેર કરી આ અંગે માહિતી આપી હતી કે, તેના વીડિયોને કોપીરાઈટના ભંગ બદલ બ્લોક કરવામાં આવ્યો છે. જેથી હવે વીડિયો કમાણી કરી શકશે નહીં.
આ મામલે કામરાએ એક્સ (પહેલાનું ટ્વિટર) પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, હેલો ટી-સીરિઝ, કઠપૂતળી બનવાનું બંધ કરો, પૅરોડી અને કટાક્ષ એ કાયદાકીય રીતે યોગ્ય છે. મેં તમારા ગીતના શબ્દો કે વાસ્તવિક ઈન્સ્ટ્રૂમેન્ટનો ઉપયોગ કર્યો નથી. જાે તમે મારો વીડિયો કોપીરાઈટ હેઠળ ગણતાં હોવ તો (યુટ્યૂબ પર) તમામ ગીત-ડાન્સ વીડિયોને બ્લોક કરાવો. ક્રિએટર્સ આ બાબતને ધ્યાનમાં લેજાે.
કામરાએ આગળ કહ્યું કે, ભારતમાં મોનોપોલી માફિયારાજ જેવી જ છે. જેથી આ વીડિયો બ્લોક થાય તે પહેલાં તેને જુઓ-ડાઉનલોડ કરો. ટી-સીરિઝ હું તમિલનાડુમાં બેઠો છું.
મુંબઈ પોલીસે ૩૬ વર્ષીય કોમેડિયન કામરાને ખાર પોલીસ સ્ટેશનમાં હાજર થવા સમન્સ પાઠવ્યા હતા. પરંતુ કામરા મુંબઈમાં ન હોવાથી તે હાજર થઈ શક્યો ન હતો. જેના માટે તેણે જીવનું જાેખમ હોવાનું કારણ પણ આપ્યું હતું. જાે કે, પોલીસે તેની આ અપીલ રદ કરી તેને ૩૧ માર્ચ સુધીમાં પોલીસ સમક્ષ હાજર થવા આદેશ આપ્યો છે.

Follow Me:

Related Posts