સંજય દત્તને હાૅસ્પિટલમાંથી રજા અપાઇ
સંજય દત્તને હાૅસ્પિટલમાંથી રજા અપાઇ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી અભિનેતા સંજય દત્તને બાન્દ્રા ખાતેની લીલાવતી હાૅસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને સોમવારે રજા મળી હતી. શનિવારે ૬૧ વર્ષીય અભિનેતાને હાૅસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો અને અહેવાલ નેગેટિવ આવ્યો હતો.
ત્રણ વાગ્યે રજા મળ્યા બાદ તેમણે તેમના નિવાસસ્થાન બહાર ચાહકો અને ફોટોગ્રાફરનું અભિવાદન કર્યું હતું. હાલમાં અભિનેતાની બે ફિલ્મ ભૂજ-ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા અને સડક-ટુ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થનારી છે.
Recent Comments