fbpx
બોલિવૂડ

અભિનેત્રી રવિના ટંડન કેજીએફ-૨ના શૂટિંગ પહેલાં કોરોના ટેસ્ટ કરાવ્યો

બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન ફિલ્મની દુનિયામાં પાછા ફરવાની તૈયારી કરી રહી છે. આ દિવસોમાં ‘કેજીએફ ચેપ્ટર ૨’ ના શૂટિંગ માટે ડેલહાઉસી પહોંચી છે. કોરોના વાયરસને કારણે તેની ફિલ્મનું શૂટિંગ બંધ કરાયું હતું, પરંતુ હવે આ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું છે.
ડેલહાઉસી પહોંચ્યા બાદ રવિના ટંડનને તેનો કોરોના વાયરસનો ટેસ્ટ પણ કરવ્યો છે જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેના વીડિયોમાં એક્ટ્રેસ ટેસ્ટ કરાવતી જાેવા મળી રહી છે. રવિના ટંડનના આ વીડિયો અંગે તેના ચાહકો પણ ઘણી ટિપ્પણી કરી રહ્યા છે.
રવીના ટંડનનો આ વીડિયો અત્યાર સુધીમાં ૪૨ હજારથી વધુ વખત જાેવાઈ ચુક્્યો છે. વીડિયો શેર કરતાં અભિનેત્રીએ લખ્યું કે, “ડેલહાઉસી જેવા સુંદર સ્થળે, લોકો હવે કોરોના વાયરસનો ટેસ્ટ કરવામાં કુશળ બન્યા છે. છીંક કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી. બધી બાબતો સારી રીતે ચાલી રહી છે. આજુબાજુ ૮ એક મહિના પછી, હું મારા કામના સ્થળે પાછી ફરી છું. કેજીએફ ચેપ્ટર ૨ નો છેલ્લો શોટ ફેબ્રુઆરીમાં લેવામાં આવ્યો હતો. હું ત્યાં હોવાથી ખૂબ ઉત્સાહિત છું. કૃપા કરીને મને ખૂબ પ્રેમ અને આશીર્વાદ આપો. વીડિયોમાં અભિનેત્રી બ્લેક હૂડીમાં જાેવા મળી રહી છે.

Follow Me:

Related Posts