fbpx
બોલિવૂડ

જાતિના નામે ભાગલા પાડવા બદલ બાંદ્રા કોર્ટે કંગના વિરૂદ્ધ FIR નોંધાવનો આપ્યો આદેશ

ખેડૂતોના અપમાન બાદ કંગના રનૌત પર ધર્મના નામે નફરત ફેલાવવાનો આરોપ લાગ્યો છે. મુંબઈની બાંદ્રા કોર્ટે એક્ટ્રેસ વિરુદ્ધ કોમવાદ નફરત ફેલાવવાની ધારાઓ હેઠળ હ્લૈંઇ ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ સાહિલ અશરફ અલી સૈયદ નામના વ્યક્તિની યાચિકા પર સુનાવણી બાદ આપ્યો.
સાહિલ અશરફ અલી સૈયદે તેન યાચિકામાં લખ્યું છે કે, કંગના રનૌત છેલ્લા ઘણા મહિનાથી સતત બોલિવૂડને નેપોટિઝ્‌મ અને ફેવરેટિઝ્‌મનું હબ કહીને તેનું અપમાન કરી રહી છે. તેના ઓફિશિયલ ટિ્‌વટર હેન્ડલથી ટ્‌વીટ કરી અને ટીવી ઇન્ટરવ્યૂ મારફતે તે હિન્દૂ અને મુસ્લિમ આર્ટિસ્ટ વચ્ચે ભાગલા પડાવી રહી છે. તેમણે ઘણા જ વાંધાજનક ટ્‌વીટ કર્યા છે, જે માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં પણ ઇન્ડસ્ટ્રીના ઘણા કલીગ્સની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડે છે.’ સાહિલે કોર્ટ સામે પુરાવા તરીકે કંગનાના ઘણા ટ્‌વીટ રાખ્યા.
કેસમાં ૧૨ંર કોર્ટ બાંદ્રાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયદેવ વાય ઘુલેએ કંગના વિરુદ્ધ સીઆરપીસીની ધારા ૧૫૬(૩) હેઠળ હ્લૈંઇ ફાઈલ કરવાની અને યોગ્ય કાર્યવાહી અને તપાસના આદેશ આપ્યા છે. કંગનાની પૂછપરછ થઇ શકે છે અને જાે તેના વિરુદ્ધ પૂરતા પુરાવા મળે છે તો તેની ધરપકડ પણ થઇ શકે છે.

Follow Me:

Related Posts