fbpx
બોલિવૂડ

ડિમ્પલ કાપડિયા હોલિવૂડની ફિલ્મ ટેનેટમાં જાેવા મળશે

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ડિમ્પલ કાપડીયા હોલિવૂડની ફિલ્મ ટેનેટમાં જાેવા મળશે. તેણે જાહેરાત કરી હતી કે, તે ક્રિસ્ટોફર નોલન દ્વારા લિખિત તથા નિર્દેશિત તેમની ફિલ્મ ટેનેટ ભારતમાં ૪ ડિસેમ્બરે રિલીઝ થશે. લોકો પણ તેના ખૂબ રાહ જાેઈ રહ્યા છે.
અભિનેત્રીએ આ અંગે જણાવ્યુ છે કે, ભારતના તમામ સિનેમાઘરોમાં ૪ ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે. ત્યારે આ અંગેની જાહેરાત કરતા મને ખુબ ખુશી થઈ રહી છે. આ પ્રોજેક્ટ સાથે જાેડાવું મારા માટે ખાસ છે. ફિલ્મમાં ઘણા શાનદાર સિન્સ, એક્શન સીક્વેંસ, ટર્ન અને ટ્‌વીસ્ટ છે. જેનો આપ મોટા પડદા પર લાભ ઉઠાવી શકશો.
સાઈંસ ફિક્શન એક્શન ફિલ્મમાં જાેન ડેવિડ વોશિંગ્ટન, રોબર્ટ પૈટિનસન, એલિઝાબેથ ડેબિકી, ડિંપલ કાપડીયા, માઈકલ કેન અને કેનેથ બ્રાનઘ જેવા કલાકારો છે.

Follow Me:

Related Posts