ડિપ્રેશન અને બાયપોલર ડિસઓર્ડરના કારણથી આત્મહત્યાની કોશિશ કરી હતીઃ શમા સિકંદર
અભિનેત્રી શમા સિકંદરે સ્વીકાર કર્યો છે કે ડિપ્રેશન અને બાયપોલર ડિસઓર્ડરના કારણથી તેણે આત્મહત્યાની કોશિશ કરી હતી. જાેકે, તે આ મુશ્કેલ સમયથી નીકળવામાં સફળ રહી. એક ઇન્ટરવ્યુમાં શમા સિકંદરે કહ્યું, હું જાે ૫ વર્ષના સંઘર્ષ બાદ તેનાથી બહાર આવી શકુ છું તો પછી તમે પણ આવું કરી શકો છો. કોઇપણ તેનાથી બહાર નીકળી શકે છે. તમે આ સમસ્યાના ઉકેલથી બહાર નથી નીકળી શકતા. તમે પોતાના સમય અને ઉર્જા આપી શકો છો. લોકોએ તેની પર ધ્યાન આપવું જાેઇએ અને દવા લેવી જાેઇએ.
અભિનેત્રીએ આ સમસ્યા અંગે કહ્યું, તમારા મગજના કેમિકલ્સમાં ઉતાર-ચઢાવ આવે છે અને તમે પરેશાની અનુભવ કરો છો. તમે તમારી સ્થિતિઓથી પરેશાન થઇ શકો છો પરંતુ તમારે આ વિચારવું જાેઇએ કે જાે તમે બહાર આવવા માંગો છો તો આવું કરી શકો છો. અંધારા બાદ તમને પ્રકાશ પણ જરૂર નજરે પડશે.
શમા સિકંદરે કહ્યું કે, ડિપ્રેશન એક એવી સ્થિતિ છે જેમા વ્યક્તિ પોતને પ્રેમથી વંચિત અનુભવ કરે છે. હું પોતાનાથી નફરત કરવા લાગી હતી અને મારી વસ્તુઓને પણ પસંદ કરતી ન હતી. તેણે કહ્યું કે મને ઉંઘ પણ ન્હોતી આવતી આળસ અનુભવાતી હતી અને દુખાવો થતો બતો જેને લઇને કાયમ રડવાનું મને થયા કરતું હતું.
Recent Comments