fbpx
બોલિવૂડ

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના દાદા બ્રહ્મચંદ રનૌતનું થયું નિધન

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના દાદા બ્રહ્મચંદ રનૌતનું લાંબી બીમારી બાદ સોમવારે તેમનું નિધન થઈ ગયું. કંગનાના દાદાનું નિધન થયું ત્યારે તે ત્યાં હાજર નહોતી. એક્ટ્રેસે ટિ્‌વટ કરી આ વાતની જાણકારી આપી છે. કંગનાએ તેના ટિ્‌વટર હેન્ડલ પર લખ્યું છે કે, આજે સાંજે હું મારા પૈતૃક ઘરે પહોંચી કારણ કે મારા દાદા બ્રહ્મચંદ રનૌત ઘણા સમયથી બીમાર હતા અને હું ઘરે પહોંચી તે પહેલા જ તેમનું નિધન થઈ ગયું હતું.
તેઓ લગભગ ૯૦ વર્ષના હતા અને તેમનું સેન્સ ઓફ હ્યૂમર ગજબ હતું. અમે તેમને ડેડી કહેતા હતા. ઓમ શાંતિ. બ્રહ્મચંદ ડાયરેક્ટ ઈન્ડસ્ટ્રીના પદથી રિટાયર થયા હતા. સોમવારે ઊના જિલ્લાની એક હોસ્પિટલમાં તેમનું નિધન થયું. તેમના અંતિમ સંસ્કારમાં સરકાઘાટના ધારાસભ્ય કર્નલ ઇન્દ્રસિંહ ઠાકુર, એમપીસીના અધ્યક્ષ દલીપ ઠાકુર, રાજેન્દ્ર ભુટ્ટો સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્વ મંત્રી રંગીલા રામ રાવ કિક બોક્સિંગ એસોસિએશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને જાણીતા સમાજસેવક ચંદ્રમોહન શર્મા, કૃષિ ઉપજ અને માર્કેટિંગ સમિતિના ઉપપ્રમુખ, દલીપ ઠાકુર સરઘાટ કોંગ્રેસ અધ્યક્ષ સચિન વર્મા, અમારી અવાજ સંસ્થાના પ્રમુખ ડો. સુનિલ શર્માએ બ્રહ્મચંદ રનૌતનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/