fbpx
બોલિવૂડ

જાેન અબ્રાહમ-ઇમરાન હાશમીની ફિલ્મ ‘મુંબઈ સાગા’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે

કોરોના સંક્રમણના કારણે દેશમાં વર્ષ ૨૦૨૦ માં તમામ થિયેટરો લોકડાઉનના કારણે બંધ થઈ ગયા હતા. જેના કારણે થિયેટરના ધંધા પર ખરાબ અસર પડી હતી. જે પછી, લોકડાઉનમાં, ચાહકોને ઓટીટી પ્લેટફોર્મ પર તેમની મનપસંદ સ્ટારની મૂવીઝ જાેવા મળી. ફિલ્મના ઘણા નિર્માતાઓએ તેમની ફિલ્મોને સીધા લોકડાઉનમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરી હતી. ફિલ્મ નિર્માતાઓ પણ હિટ-ફ્લોપ્સના જાેખમે બચી ગયા હતા. તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૨૦ માં અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, વરૂણ ધવન, સુશાંત સિંહ રાજપૂત, આયુષમાન ખુરાના, આલિયા ભટ્ટ, સંજય દત્ત જેવા સ્ટાર્સની ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.
મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, જ્હોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મીની આગામી ફિલ્મ ‘મુંબઈ સાગા’ પણ આ વર્ષે ૨૦૨૧ માં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. એટલે કે, નવું વર્ષ શરૂ થતાં જ જ્હોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મીના ચાહકોને સારા સમાચાર મળ્યા છે.
લોકડાઉન પહેલા ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું હતું. ફિલ્મ રિલીઝ માટે લગભગ તૈયાર છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. મુંબઈ સાગાના નિર્માતાઓ આથી ખૂબ જ ખુશ છે અને આ સોદો અંતિમ માનવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/