fbpx
બોલિવૂડ

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ ના સેટ પર મારામારી, ડાયરેક્ટરને પડ્યો લાફો

શાહરૂખ ખાનના ફિલ્મ સેટ પરથી એક સમાચાર મળી રહ્યાં છે. ફિલ્મ પઠાનના સેટ પર મારપીટ થઈ છે. આ લડાઈ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદને પણ લાફો પડ્યો છે. તેમને એક આસિસ્ટન્ટ ડાયરેક્ટરે લાફો માર્યો છે. બોલીવુડ હંગામામાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર અમે આ જાણકારી આપી રહ્યાં છીએ. કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ આનંદની વાત ન માનવાને કારણે બંન્ને વચ્ચે વિવાદ શરૂ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે મારામારી શરૂ થઈ હતી. આ લડાઈ જાેઈને બધા ચોકી ગયા હતા. સિદ્ધાર્થ આનંદ પોતાની ફિલ્મને લઈને સીરિયસ રહે છે અને ધ્યાનપૂર્વક કામ કરે છે.
તે પોતાની સાથે કામ કરનાર અન્ય લોકોની ભૂલ સહન કરતા નથી. પઠાનના સેટ પર તેમણે લોકોને મોબાઇલ ન લાવવાનું કહ્યું હતું. આ વાતને લઈને સિદ્ધાર્થ આનંદ ગુસ્સે થયા અને તેમણે પોતાના આસિસ્ટન્ટ ડાયરેક્ટરને ફટકાર લગાવી હતી. ત્યારબાદ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ગુસ્સામાં બહાર ચાલ્યા ગયા હતા. તે સિદ્ધાર્થ આનંદને ગાળો આપવા લાગ્યા. સાથે હાજર અન્ય લોકો વિરુદ્ધ પણ વાત કરવા લાગ્યા હતા.
આનંદને આ વાતની જાણકારી મળી તો તે ગુસ્સામાં પોતાના આસિસ્ટન્ટ ડાયરેક્ટરને મળવા બહાર ગયા. ત્યાં વિવાદ વધી ગયો અને સિદ્ધાર્થ આનંદને આસિસ્ટન્ટ ડાયરેક્ટરે લાફો મારી દીધો. યશરાજ બેનર હેઠળ બની રહેલી પઠાનમાં શાહરૂખ ખાન બે વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર નજર આવશે. છેલ્લા બે વર્ષથી શાહરૂખની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. દર્શકો તેની ફિલ્મની રાહ જાેઈ રહ્યાં છે. હવે જાેઈએ કે આ ઘટનાની ફિલ્મ પર શું અસર થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/