fbpx
બોલિવૂડ

‘ધ કપિલ શર્મા શો’ ઓફ એર થશે, ત્રણ મહિના બાદ નવી સિઝન સાથે કમબેક કરશે

કપિલ શર્માનો શો ‘ધ કપિલ શર્મા’ ટૂંક સમયમાં ઓફ એર થશે. કપિલના ચાહકો આ વાતથી નિરાશ છે. જાેકે, તેમણે નિરાશ થવાની જરૂર નથી, કપિલ ત્રણ મહિના બાદ ફરી નવી સિઝન સાથે કમબેક કરશે. કપિલનો આ શો ડિસેમ્બર, ૨૦૧૮થી ચાલી રહ્યો છે. માનવામાં આવે છે કે ફેબ્રુઆરીના બીજા વીક સુધીમાં આ શો ઓફ એર થઈ જશે. કોરોનાને કારણે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને તે સમયે શૂટિંગ થઈ શક્યું નહોતું.
જુલાઈ, ૨૦૨૦માં ફરી વાર શૂટિંગ શરૂ થયું હતું. શોમાં ઓડિયન્સને બોલાવવામાં આવી નથી. ઓડિયન્સને બદલે કટઆઉટ્‌સ મૂકીને શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. શો અત્યારે વીકેન્ડ્‌સ પર ટેલિકાસ્ટ થાય છે. અહેવાલ પ્રમાણે, કપિલના શોમાં ઓડિયન્સ મહત્ત્વની છે. કોરોનાને કારણે લાઈવ ઓડિયન્સની પરવાનગી નથી. ફિલ્મ પણ રિલીઝ થતી નથી. આથી જ બોલિવૂડ એક્ટર્સ કોઈ પણ ફિલ્મના પ્રમોશન માટે આવતા નથી. આ કારણે મેકર્સ માની રહ્યાં છે કે અત્યારે શો માટે બ્રેક લેવાનો યોગ્ય સમયે છે.
જ્યારે પરિસ્થિતિ સામાન્ય થશે, ત્યારે શો ફરી વાર શરૂ કરવામાં આવશે. સૂત્રોના મતે, કપિલ તથા ગિન્ની પોતાના બીજા સંતાનના આગમનની રાહ જાેઈ રહ્યાં છે. આ સમયે કપિલ માટે શોમાંથી બ્રેક લઈ ઘરે રહેવાની સારી તક છે. તે ગિન્ની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકશે. કપિલ નેટફ્લિક્સની વેબ સિરીઝમાં જાેવા મળશે. કપિલે હાલમાં જ આ સિરીઝનું શૂટિંગ પૂરું કર્યું હતું. આ સિરીઝ ક્યારે સ્ટ્રીમ થશે, તે અંગેની વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/