fbpx
બોલિવૂડ

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકના પુત્રી આરુષિ બોલિવુડમાં કરશે એન્ટ્રી

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકના પુત્રી ટૂંક સમયમાં બોલિવુડમાં પદાર્પણ કરવા જઈ રહી છે. નિશંકના પુત્રી આરુષિ પોખરિયાલ નિશંક પોતાની આવનારી ફિલ્મમાં તાપસી પન્નુ, ભૂમિ પેડનેકર, કીર્તિ કુલ્હારી સાથે સ્ક્રીન શેર કરશે.
નજીકના લોકોએ આ માહિતીની પુષ્ટિ કરતા કહ્યું કે જે ફિલ્મમાં આરુષિ જાેવા મળશે તે એક વૉર ફિલ્મ હશે. ફિલ્મની વાર્તા ડિફેન્સની છ જાબાંઝ મહિલા અધિકારીઓની દિલેરી પર આધારિત છે. આ ફિલ્મ ટી સિરીઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે.

ફિલ્મ અંગે ટી સીરીઝના અધિકારીઓનું કહેવું છે કે આ ફિલ્મ મહિલાઓ પર કેન્દ્રીત હશે. વૉર ફિલ્મોમાં અત્યાર સુધી પુરુષોની વીરતા ઉપર જ ફિલ્મો બનતી રહી છે. મહિલાઓ માટેની બસ એક જ રાઝી ફિલ્મ છે. અત્રે જણાવવાનું કે ફિલ્મ અગાઉ એક મ્યુઝિક આલ્બમમાં પણ આરુષિ જાેવા મળશે. તેણે પોતે એ જાણકારી આપી હતી કે ટી સિરીઝ માટે તેણે રોહિત સુચંતી સાથે એક મ્યુઝિક આલ્બમ શૂટ કર્યો છે.

આરૂષિ ક્લાસિકલ સિંગર હોવાની સાથો સાથ પર્યાવરણવિદ પણ છે. તે હિમાલયન મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દેહરાદૂનની ચેરપર્સન પણ છે. તેને ૨૦૧૭મા પ્રાઇડ ઓફ ઉત્તરાખંડ ઍવૉર્ડથી પણ નવાજવામાં આવી ચૂકી છે. ૨૦૧૮માં તેણે રીજનલ ફિલ્મ મેજર નિરાલા પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મ તેમના પિતા રમેશ પોખરિયાલ દ્વારા લિખિત નૉવેલ પર બેઝ્‌ડ છે. આરૂષિએ ૨૦૧૫મા અભિનવ પંત સાથે લગ્ન કર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/