fbpx
બોલિવૂડ

ફિલ્મ TIGER ૩’ માં સલમાન ખાન અને કેટરીના કૈફ સાથે જાેવા મળશે ઇમરાન હાશ્મી

સલમાન ખાન અને કેટરિના કૈફ ટૂંક સમયમાં જ તેમની ફિલ્મ ટાઇગર ૩ માટે કામ શરૂ કરવા જઇ રહ્યા છે અને આ દરમિયાન આ ફિલ્મ અંગે મોટા સમાચાર આવ્યા છે. ઈમરાન હાશ્મી તેની રોમેન્ટિક સ્ટાઇલથી તમામને દિવાના બનાવશે, લોકોને પ્રભાવિત કરવા માટે આ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવતો જાેવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ માર્ચથી શરૂ થશે. ફિલ્મના નિર્માતા યશરાજ ફિલ્મ્સને નકારાત્મક ભૂમિકા માટે એક નવો ચહેરો જાેઈતો હતો જેમ કે તેણે ‘ટાઇગર ઝિંદા હૈ’માં પણ એવું કર્યું હતું.

આ ફિલ્મમાં સજ્જાદ ડેલાફુઝે નકારાત્મક ભૂમિકા ભજવી હતી. એક અહેવાલ મુજબ, યશરાજ ફિલ્મ્સે ઇમરાન હાશ્મીને નકારાત્મક ભૂમિકામાં કાસ્ટ કરવાનો વિચારમાં કર્યો અને તે ર્નિણય પર આવ્યા હતા કે તે આ રોલ માટે એકદમ યોગ્ય અભિનેતા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની કહાની જ્યાંથી શાહરૂખ ખાનની ‘પઠાણ’ પૂર્ણ થશે ત્યાંથી શરૂ થશે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર સલમાન ખાન પણ ‘પઠાણ’ ના અંતે કેટલાક સીન્સમાં જાેવા મળશે. હવે ઇમરાન પણ આ ફિલ્મમાં માર્ચમાં શૂટિંગ શરૂ કરી શકે છે.

તેનું પહેલું શિડ્યુલ યશ રાજ ફિલ્મ્સમાં જ શૂટ કરવામાં આવશે જ્યાં તે સલમાન અને કેટરીના સાથે ડેબ્યૂ કરશે. બીજા શૂટિંગનું શિડ્યુલ મધ્ય પૂર્વમાં અને ત્રીજી શિડ્યુલનું શૂટિંગ મુંબઈમાં કરવામાં આવશે. સલમાન અને કેટરીનાની જાેડી ‘યુવરાજ’, ‘પાર્ટનર’, ‘મૈને પ્યાર ક્યોં કિયા’ અને ‘એક થા ટાઇગર’ જેવી ફિલ્મોમાં સફળ રહી છે. આ સાથે રણબીર કપૂર અને કેટરિના કૈફની ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’માં પણ સલમાન ખાને ખાસ હાજરી આપી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/