બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા ડિવોર્સ બાદ બીજીવાર ૧૫ ફેબ્રુઆરીએ લગ્ન કરશે
,તા.૧૩હાલમાં જ બોલિવૂડ સ્ટાર વરુણ ધવને અલીબાગમાં નતાશા દલાલ સાથે લગ્ન કર્યાં હતાં. હવે આ યાદીમાં દિયા મિર્ઝાનું નામ જાેડાઈ રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે, દિયા મિર્ઝા ૧૫ ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં પરિવારની હાજરીમાં બીજીવાર લગ્ન કરવાની છે. વેબ પોર્ટલ સ્પોટબોયના અહેવાલ પ્રમાણે, દિયા મિર્ઝા મુંબઈ સ્થિત બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કરવાની છે. આ લગ્નમાં પરિવાર તથા નિકટના મિત્રો જ હાજર રહેશે. ગયા વર્ષે દિયા તથા વૈભવ વચ્ચે અફેર હોવાની ચર્ચા થતી હતી. જાેકે, વૈભવ કે દિયાએ પોતાના સંબંધો અંગે કોઈ વાત કરી નહોતી. લૉકડાઉન દરમિયાન દિયા તથા વૈભવ વચ્ચે નિકટતા વધી હતી.
ખરી રીતે તો દિયા પ્રેમી વૈભવના પાલી હિલ સ્થિત ઘરમાં લૉકડાઉન દરમિયાન સાથે રહી હતી. વૈભવ મુંબઈમાં બિઝનેસમેન છે અને ઈન્વેસ્ટર છે. વૈભવે આ પહેલાં જાણીતી યોગા ઈન્સ્ટ્રક્ટર સુનૈના રેખી સાથે લગ્ન કર્યાં હતાં. તેમને એક દીકરી પણ છે. દિયાએ ૨૦૧૪માં બિઝનેસમેન સાહિલ સંઘા સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં બંનેએ છ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં હતાં. ૨૦૧૯માં દિયા તથા સાહિલે ડિવોર્સ લેવાનું નક્કી કર્યું હતું.
દિયા તથા સાહિલે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘૧૧ વર્ષ સાથે રહ્યા બાદ અમે બંનેએ રાજીખુશીથી અલગ થવાનો ર્નિણય લીધો છે. અમે અમારા પરિવાર અને મિત્રોનો આભાર માનીએ છીએ કે તેમણે અમને સપોર્ટ કર્યો, અમને સમજ્યાં. ઉપરાંત મીડિયાના સભ્યોનો પણ આભાર કે તેમણે અમને સપોર્ટ કર્યો. અમે તમામ લોકોને વિનંતી કરીએ છીએ કે તમે અમારી ભાવનાને સમજીને આ સમયે અમને એકલા રહેવા દો. અમે આ બાબતે હવે આગળ બીજી કોઈપણ વાત નહીં ઉચ્ચારીએ. આભાર, દિયા મિર્ઝા અને સાહિલ સંઘા.’
Recent Comments