ઓમકાર રિયલ્ટર્સ એપિસોડમાં ઈડીની કાર્યવાહીઃ અભિનેતા સચિન જાેશીની કરી ધરપકડ
બોલીવુડ અભિનેતા અને ઉદ્યોગપતિ સચિન જાેશીની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઓમકાર રિયલ્ટર્સ એપિસોડમાં ઈડીએ આ કાર્યવાહી કરી છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, ઓમકાર ગ્રુપના પ્રમોટર્સ અને સચિન જાેશી વચ્ચે ૧૦૦ કરોડના ગેરકાયદેસર સોદા પર આ કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડ પહેલા સચિન જાેશીની ૧૮ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. સચિન જાેશીએ વિજય માલ્યા પાસેથી ગોવામાં કિંગફિશર વિલા ખરીદ્યો છે. આ સિવાય સચિન જાેશી જુદા જુદા શહેરોમાં ‘પ્લે બોય’ નામની ક્લબ અને રેસ્ટોરન્ટ ફ્રેન્ચાઇઝની માલિકી ધરાવે છે.
સચિન જાેશીને ઓમકાર રિયલ્ટર્સ એપિસોડમાં સચિન જાેશીને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. સમન્સ મળ્યા બાદ પણ સચિન જાેશી ઇડી ઓફિસમાં હાજર થયા ન હતા. આ પછી તેને દક્ષિણ મુંબઈની ઓફિસમાં તપાસ માટે બોલાવવામાં આવ્યો હતો. સચિન જાેશીએ મોડલ અને અભિનેત્રી ઉર્વશી શર્મા સાથે લગ્ન કર્યા છે. સચિન જાેશીએ તેલુગુ, કન્નડ અને બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે.
પાન મસાલામાં વપરાતા ફૂડ પરફ્યુમનું ઉત્પાદનએ સચિન જાેશીના જેએમ જાેશી જૂથનો મુખ્ય વ્યવસાય છે. આ સિવાય આ જૂથ રેસ્ટોરન્ટ અને દારૂના ધંધાથી પણ સંબંધિત છે. ઇડીએ અગાઉ મની લોન્ડરિંગ કેસમાં ઓમકાર ગ્રુપના અધ્યક્ષ કમલ ગુપ્તા અને તેના મેનેજિંગ ડિરેક્ટર બાબુલાલ વર્માની ધરપકડ કરી છે. ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસના કેસમાં સામેલ ઘણી કંપનીઓમાંની એક ઓમકાર પણ છે. આ ઉપરાંત ઓમકાર ગ્રુપના પ્રોજેક્ટ્સ પણ મુંબઈના ઘણા મુખ્ય સ્થળોએ ચાલુ છે.
Recent Comments