fbpx
બોલિવૂડ

સુશાંતના કો-એકટર રહી ચૂકેલા સંદીપ નાહરે આત્મહત્યાઃ સુસાઈડ નોટમાં પત્ની પર આક્ષેપ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગત જૂન મહિનામાં આત્મહત્યા કરી લીધી હતી.ત્યાર બાદ બોલિવૂડ અને ટેલિવૂડમાં ઘણા અભિનેતા આત્મહત્યા કરી હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા હતા. આ આત્મહત્યાનો સિલસિલો હજુ પણ અટક્યો નથી તેવું લાગી રહ્યું છે.ફિલ્મ જગત તરફથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની ‘એમ.એસ.ધોની ઃ ધ અનટોલ્ડ સ્ટોરી’માં કામ કરી ચૂકેલા સંદિપ નાહરે આત્મહત્યા કરી લીધી છે. સંદીપે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘કેસરી’ અને ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. મુંબઈ પોલીસને મળેલી માહિતી અનુસાર, “નાહરે મુંબઈના ગોરેગાંવમાં તેના ઘરે આત્મહત્યા કરી લીધી છે.આ કેસમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સંદિપ નાહરે ફેસબુક પર એક વીડિયો શેર કર્યો છે. તે વીડિયોમાં તેણે પત્ની કંચન શર્મા પર ગંભીર આક્ષેપો કર્યા હતા, અને એમ પણ કહ્યું હતું કે તેમની માનસિક સ્થિતિ સારી નથી. તેણે વીડિયોમાં કહ્યું, ‘તમે મને ઘણી ફિલ્મોમાં જાેયો હશે. મેં એમએસ ધોનીમાં છોટુ ભૈયાની ભૂમિકા ભજવી હતી. આજે ઉદ્દેશ આ વિડિઓ બનાવવાનો છે. ઉદ્દેશ એ છે કે આપણા જીવનમાં ઘણી સમસ્યાઓ ચાલી રહી છે. હું માનસિક રીતે સ્થિર નથી. આનું કારણ મારી પત્ની કંચન શર્મા છે. હું બે વર્ષથી તણાવમાંથી પસાર થઈ રહ્યો છું. પત્નીને વારંવાર સમજાવ્યું છે. ૩૬૫ દિવસના ઝઘડાઓ, દરરોજ આત્મહત્યાની વાત કરવી.

તે કહે છે કે હું મરી જઈશ અને તમને ફસાવીશ. આગળ સંદીપે કહ્યું હતું કે ‘હું તકલીફમાં છું. મારા કુટુંબને અને માતાને ગાળો આપે છે. હું તેની સામે પરિવારજનોના ફોન ઉપાડી શકતો નથી. મારું નામ કોઈપણ સાથે જાેડે છે. તેણીને શંકા કરે છે, આ શંકાનો કોઈ ઉપાય નથી. તેણી આખો સમય ઝઘડા કરે છે. થોડા દિવસ પૂર્વે તેણુ ઘરેથી ભાગી ગઈ હતી. હું તેને શોધવા માંડ્યો હતો. તેની માતા તેને ટેકો આપે છે અને કેસ કરવાની ધમકી પણ આપે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/