fbpx
બોલિવૂડ

૪૨ દિવસમાં તાપસી પન્નુની ફિલ્મ ‘લૂપ લપેટા’ શૂટ થઇ ગઈ

એક્ટ્રેસ તાપસી પન્નુ અને એક્ટર તાહિર રાજ ભસીનની ફિલ્મ ‘લૂપ લપેટા’નું શૂટિંગ પૂરું થઇ ગયું છે. તેમણે માત્ર ૪૨ દિવસમાં શૂટિંગ કરી લીધું છે. શૂટિંગ દરમ્યાન દરેક વખતે તાહિર અને તાપસીના ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ થતા રહેતા હતા અને સેટ પર એરપોર્ટ જેવી સિક્યોરિટી પણ રહેતી હતી. તાહિરે કહ્યું, ‘અમે મિડ ડિસેમ્બરમાં શૂટ શરૂ કર્યું હતું. બધા સેફટી પ્રોટોકોલ્સ સાથે અમારું શૂટિંગ થયું. સેટ પર પહોંચીને પહેલું કામ ઓક્સિજન ચેક કરવાનું હતું. ત્યારબાદ આખા બોડી પર સ્પ્રે કરવામાં આવતો હતો. આખી વેનિટી સેનિટાઇઝ કરવામાં આવતી. એટલે રોજ અડધો પોણો કલાક આમાં જતો તેમ છતાં અમે માત્ર ૪૨ દિવસમાં તેનું શૂટિંગ પૂરું કર્યું છે.
એકદમ એરપોર્ટવાળી સિક્યોરિટી સેટ પર રહેતી હતી અને આ ઘણી મોટી વાત છે. તાહિરે આગળ જણાવ્યું કે, લૂપ લપેટા રોમેન્ટિક ઝોનરની ફિલ્મ છે. આવામાં વધુ પડતી સિક્યોરિટી તો રોમેન્ટિક સીન શૂટ કરવામાં લાગી. ખાસ કરીને એક્ટર્સના કેસમાં હું અને તે એટલા માટે કારણકે કો-એક્ટર્સને એકબીજાની નજીક આવવાનું હતું. તે માસ્ક વગરના હતા. હર બીજે ત્રીજે દિવસે નજીક આવીને ડાયલોગ ડિલિવર કરવાનો હતો. શૂટિંગ દરમ્યાન એક પ્લેટમાંથી જમતા પણ હતા. એક જ ગ્લાસથી પાણી પણ પિતા હતા.
આવામાં અમારા આર્ટિસ્ટના ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ થતા હતા. આ નેઝલ સ્વોબ ટેસ્ટ હોય છે. તે પણ એક દિવસ અગાઉ. આ ટેસ્ટ નેગેટિવ આવે ત્યારબાદ જ રોમેન્ટિક સીન શૂટ થતો હતો. આ એવી બીમારી છે, જે અડવાથી વધુ નજીક આવવા પર ફેલાય છે. પણ બધાની સેફટી માટે અમારા આ ટેસ્ટ થતા રહ્યા. ફિલ્મમાં તાપસી અને તાહિર લીડ રોલમાં છે. ફિલ્મને તનુજ ગર્ગ, અતુલ કાસબેકર અને આયુષ માહેશ્વરીએ પ્રોડ્યુસ કરી છે. સાથે જ આકાશ ભાટિયાએ ડિરેક્ટ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/