fbpx
બોલિવૂડ

મને મારા ટેલેન્ડ પર કામ મળ્યું, કોઇ નેપો કિડ ન કહી શકેઃ ટીના

બોલિવૂડમાં કોઈ પણ મોટો સ્ટાર પોતાના સંતાનને ફિલ્મોમાં લાવતા પહેલા હજાર વખત વિચારે છે. જેનું એક જ સીધું કારમ છે નેપોટિઝમ. આ એક શબ્દએ જ કેટલાય સ્ટાર કિડ્‌સના કરિયર પર અસર કરી છે. કેટલાકની તો છબી પણ ધુંધળી કરી નાંખી છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તો આ શબ્દએ ભારે જાેર પકડ્યું હતું અને ખુબ ટ્રેન્ડ ચાલ્યો હતો. પણ ગોવિંદાની દીકરી ટીના અહૂજા આ વિશે કંઈક અલગ જ વિચારે છે.

ટીના પોતાને નેપો કિડ માનવાથી જ ઈનકાર કરી રહી છે. એની નજરોમાં તે ગોવિંદાની દીકરી જરૂર છે પણ બધી ફિલ્મોમાં તે પોતાના દમ પર આગળ વધી છે. તેણે ક્યાંય તેના પિતાનો રેફરન્સ નથી આપ્યો અને એના નામ પર ક્યારેક ફિલ્મમાં કામ નથી માંગ્યુ. આ વિશે ટીનાએ વિસ્તારથી વાત કરી હતી. ટીનાએ કહ્યું કે- મે ક્યારેય મારા પિતા પાસેથી કામ નથી માગ્યું. જ્યારે મદદની જરૂર હશે એ મારા માટે ઉભા હશે. પરંતુ મને કોઈ નેપો કિડ ન કહી શકે. મને મારા ટેલેન્ડ પર કામ મળ્યું છે.

જાે ટીનાએ કહ્યું એ પ્રમાણે વાત કરીએ તો ગોવિંદા ક્યારેય ટીનાના કામમાં દખલ નથી કરતો. ક્યારેક તેના તરફથી કોઈ ફરિયાદ કે ડિમાન્ડ નથી હોતી. પરંતુ ટીનાનો પુરો રિપોર્ટ કાર્ડ જરૂરથી ગોવિંદા પાસે જાય છે. ટીના કયા પ્રોજેક્ટમાં કામ કરે છે, કઈ ફિલ્મ કરી રહી છે, આ બધી વાતો ગોવિંદાને જરૂરથી ખબર હોય છે. તે કહે છે કે જાે મે પિતા ગોવિંદાની મદદ લીધી હોત તો આજે મારી પાસે ૩૦ થી ૪૦ પ્રોજેક્ટ હોત.

જાે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટીના અહૂજાની ફિલ્મી કરિયરની શરૂઆત ૨૦૧૫માં સેકન્ડ હેન્ડ હસબન્ડથી થઈ હતી. તે ફિલ્મ બોક્સ ઓફિસ પર પૂરી રીતે ખરાબ રહી હતી અને એમાં તેની એક્ટિંગ પણ કંઈ ખાસ પસંદ ન આવી. તો વળી હાલમાં પણ ટીનાના ભવિષ્યમાં આવનારા પ્રોજેક્ટ વિશે પણ કોઈ વાત કરવામાં આવતી નથી. ત્યારે હવે જાેવાનું એ રહ્યું કે તે મોટા પડદા પર જાેવા મળે છે કે કેમ?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/