fbpx
બોલિવૂડ

કંગના – સુખદેવના વિવાદમાં આવી સ્વરા ભાસ્કર, ટ્‌વીટ કરી અભિનેત્રી પર વરસી પડી

કંગના રનૌત અને સ્વરા ભાસ્કર વચ્ચે ઘણીવાર ટિ્‌વટર પર ઉગ્ર બોલાચાલી થતી હોય છે. બંને અભિનેત્રીઓ એક બીજાને નિશાન બનાવવામાં પાછળ નથી રહેતી. તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્યે કંગના વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું, જે અંગે અભિનેત્રી સ્વરા ભાસ્કરે પ્રતિક્રિયા આપી છે. કંગનાએ સુખદેવ પાંસેના નિવેદનનો જવાબ આપ્યો. કંગનાના ટ્‌વીટને ફરીથી પોસ્ટ કરતાં સ્વરાએ લખ્યું કે ‘સુખદેવ પાંસેએ બેવકુફી ભર્યુ અને અને સંપૂર્ણ રીતે નિંદાકારક વાત કરી છે. કંગનાએ આ વાતને વધારે ખરાબ કરી દીધી છે. કંગનાએ સુખદેવ પાંસેના નિવેદન પર તેમને ‘મૂર્ખ’ ગણાવ્યા હતા. કંગનાએ તેના ટિ્‌વટર પર લખ્યું- ‘જે કોઈ મૂર્ખ છે તે જાણતો નથી કે હું દીપિકા, કેટરિના અથવા આલિયા ભટ્ટ નથી.

હું એકલી છું જેણે આઇટમ નંબર કરવાનો ઇનકાર કર્યો હતો. મેં મોટા હીરોની સાથેની ફિલ્મનો ઇનકાર કર્યો, જેના કારણે આખું બોલિવુડ ગેંગ પુરુષો અને મહિલાઓ મારી વિરુદ્ધ થઈ ગયા છે. હું રાજપૂત સ્ત્રી છું, હું કમર હલાવતી નથી, હાડકાં તોડી નાખું છું. કંગના રાનૌત અંગે સુખદેવ પાંસેએ કહ્યું હતું કે “એક નાચવાવાળી આપણા ખેડૂતોના આત્મગૌરવને ઠેસ પહોંચાડે છે.” જાે કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરવા ઉભા થાય અને તેનો વિરોધ કરે તો પોલીસ તેમના ઉપર લાઠીચાર્જ કરે છે. લોકશાહીમાં વિરોધ કરવાનો દરેકનો અધિકાર છે.

એક મહિલાના મામલે પોલીસે અમારા કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ-આક્ષેપો કર્યા છે અને તેમની સામે ખોટા કેસ કર્યા છે, તેથી અમે તેનો વિરોધ કરીએ છીએ. વિવાદ થયો ત્યારે કંગના મધ્યપ્રદેશમાં તેની આગામી ફિલ્મ ધાકડના શૂટિંગમાં વ્યસ્ત હતી. મીડિયા રીપોર્ટ અનુસાર કોંગ્રેસના કેટલાક નેતાઓ શૂટિંગ બંધ કરવા આંદોલનની ચીમકી આપી રહ્યા હતા. જ્યારે કંગનાને આ વિશે જાણ થઈ ત્યારે તેણે ટિ્‌વટ કરી પ્રતિસાદ આપ્યો હતો.

Follow Me:

Related Posts