fbpx
બોલિવૂડ

ધર્મેન્દ્રએ વીડિયો શેર કર્યોઃ કોઇ નાનું નથી, કોઇ મોટું નથી

દેશમાં કેટલાક મહિનાઓથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે એ બધાની વચ્ચે ધર્મેન્દ્રનો એક વીડિયો હાલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે અને ચારેકોર તેની ચર્ચા થવા લાગી છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે ધર્મેન્દ્ર પોતાની જમીન પર ખેડૂતો સાથે જાેવા મળી રહ્યો છે. તે ખેડૂતોનું મનોબળ વધારતો જાેવા મળી રહ્યો છે અને સાથે જ વાતો કરી રહ્યો છે. આ વીડિયો જાેઈ ફેન્સ પણ ખુશ છે અને સારી સારી પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

ધર્મેન્દ્રએ આ વીડિયો શેર કરીને મેસેજ પણ લખ્યો છે કે કોઈ મોટું અને કોઈ નાનું નથી હોતું. બધાને સન્માન આપવું જરૂરી છે. અભિનેતાએ ટ્‌વીટ કર્યું છે કે, આવી જ રીતે અમે લોકો મસ્તી કરીએ છીએ કે જ્યારે ખેતરમાં સાથે કામ કરતા હોઈએ છીએ. વિનમ્ર રહો. બધાને શાંતિ મળે. કોઈ મોટું કોઈ નાનું નથી. આ દુનિયા સુંદર થઈ જશે મિત્રો. આપ બધાને મારો પ્રેમ. આ વીડિયોમાં જાેઈ શકાય છે કે ધર્મેન્દ્ર મસ્તીના મૂડમાં જાેવા મળી રહ્યો છે.

આ સમયે ધર્મેન્દ્રનો આવો વીડિયો સામે આવવો એ મોટો સંકેત આપે છે. કહેવામાં આવે છે કે ખેડૂત આંદોલનના કારણે દેઓલ પરિવાર પર પણ ખુબ ઉંડી અસર પડી છે. કેટલાક સમય પહેલાં જ પંજાબના કેટલાક ખેડૂતોએ એલાન કર્યું હતું કે દેઓલ પરિવારના કોઈ જ સદસ્યને પંજાબમાં શુટિંગ નહીં કરવા દેવામાં આવે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/