fbpx
બોલિવૂડ

કંગના રનૌતની ફિલ્મ ‘થલાઇવી’નું ટ્રેલર થયું રીલિઝ

કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ ‘થલાઇવી’નું ટ્રેલર ખાસ દિવસે રીલિઝ કરાયું છે. આજે ૨૩મી માર્ચના રોજ કંગનાને જન્મદિવસના અવસર પર તેની ફિલ્મનું ટ્રેલર ફેન્સ માટે કોઇ ગિફ્ટથી કમ નથી. જેમ કે ‘થલાઇવી’ના ટીઝર અને તેના પોસ્ટર્સમાં તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત જયલલિતા તરીકે કંગનાએ પોતાનો દમદાર લુક દેખાડ્યો છે, ઠીક એવી જ રીતે ટ્રેલરમાં પણ જયલલિતાના પાત્રમાં કંગનાનો મજબૂત અભિનય જાેવા મળી રહ્યો છે.

ટ્રેલરની શરૂઆત જયલલિતાના ફિલ્મી કેરિયરની સાથે શરૂ થઇ. પછી આવે છે જયલલિતાની રાજકીય સફરનો એ ભાગ જ્યારે તેમણે પુરૂષ પ્રધાન સમાજમાં એક ‘મા’ તરીકે પોતાની મજબૂત ઓળખ બનાવી. ટ્રેલરમાં એ ગટનાને પણ દેખાડી જેને જયલલિતાના પોલિટિકલ કેરિયરને એક નવી દિશા દેખાડી. તેની સાથે જ ભરી સભામાં થયેલી ગેરવર્તણૂકે કેવી રીતે તેના સ્વાભિમાન પર ઉંડા પ્રભાવ પાડ્યો કે ત્યાંથી તેને પછી કયારેય પાછું ફરીને જાેયું નથી. ટ્રેલરમાં કંગનાએ જયલલિતાની જ ખૂબ જ સ્ટ્રોંગ પર્સનાલિટીથી રૂબરૂ કરાવ્યા છે.

ટ્રેલર જાેઇને અંદાજાે લગાવી શકાય છે કે ફિલ્મના ડાયલોગ્સ કમાલના છે. જેમ કે ‘અભી તો ર્સિફ પંખ ફેલાએ હૈં ઉડાન અભી બાકી હૈ’, ‘સ્વાભિમાન કી લડાઇ મેં ગિર સકતે હૈ, જખ્મી હો સકતે હૈ પર અબ પીછે નહીં હટ સકતે હૈં’, ‘અગર મુજે માં સમજાેંગે તો મેરે દિલ મેં જગહ મિલેગી અગર મુજે ર્સિફ એક ઔરત સમજાેગે તો તુમ્હેં.’
ટ્રેલરમાં કંગનાને જયલલિતાની જેમ જ ચાલ-ઢાલ, પહેરવેશ, અને એ જ અંદાજમાં દરેક કામને જાેવી ખરેખર શાનદાર છે. આ સાડા ત્રણ મિનિટના ટ્રેલરમાં કંગના બારીકાઇથી જયલલિતાને પડદા પર રજૂ કરતાં દેખાયા. થલાઇવીનું ટ્રેલર લોન્ચ કરતાં પહેલાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું. તેમાં કંગના સહિત ફિલ્મના ડાયરેકટર એએલ વિજય, અરવિંદ સ્વામી, નાસિર, જીવી પ્રકાશ, સમુથ્રાકણી, થાંબી રમૈય્યા પહોંચ્યા. ઘણા સમયથી ચર્ચામાં રહેલ આ ફિલ્મમાં કંગનાને જાેવા માટે હવે ફેન્સ ઉત્સાહિત છે.
તાજેતરમાં ફિલ્મ નિર્માતાઓએ ૨૩ એપ્રિલ ૨૦૨૧એ મૂવી થિયેટરોમાં રિલીઝ કરવાની જાહેરાત કરી છે. હિન્દી સિવાય આ ફિલ્મ તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ બનાવવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/