fbpx
બોલિવૂડ

કરીના કપૂરે તૈમુર નાના ભાઈ સાથે રમતો ફોટો સો.મીડિયા પર કર્યો શેર

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને સોશિયલ મીડિયા ફેન્સને વીકેન્ડ સરપ્રાઈઝ આપ્યું છે. તેણે બીજા દીકરાનો ફોટો શેર કર્યો છે,પણ તેનો ચહેરો ઈમોજી પાછળ છુપાવીને રાખ્યો છે.
ફોટોમાં કરીના કપૂર નથી. સૈફ અલી ખાન અને તૈમુર તેના નાના ભાઈને રમાડતો દેખાઈ રહ્યો છે. આ ફોટોના કેપ્શનમાં લખ્યું, મારો વીકેન્ડ કંઇક આવો છે અને તમારો? આ ફોટોને ગણતરીની મિનિટમાં લાખો લાઈક્સ મળી ગઈ છે.


કરીના કપૂરે રવિવારે, ૨૧ ફેબ્રુઆરીના રોજ સવારે બીજા દીકરાને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. બીજા દીકરાના જન્મ બાદ ચાહકો તથા સેલેબ્સે સો.મીડિયામાં એક્ટ્રેસને શુભેચ્છા પાઠવી હતી. ચાહકો કરીનાનો બીજાે દીકરો કોના જેવો દેખાતો હશે, તે જાણવા માટે ઉત્સુક છે. ઈ-ટાઈમ્સ સાથેની વાતચીતમાં રણધિર કપૂરે કહ્યું હતું, ‘મને તો બધા બાળકો એક જેવા જ લાગે છે. જાેકે, ઘરના બધા લોકો એવું કહી રહ્યાં છે તે તૈમુર જેવો દેખાય છે.’

Follow Me:

Related Posts