fbpx
બોલિવૂડ

રિયા ચક્રવર્તી મુંબઈ એરપોર્ટ પર દેખાતા થઈ ટ્રોલ, ફેન્સે કહ્યું- ‘કોના પૈસે ફરવા ઊપડી?’

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી શુક્રવારે મુંબઈ એરપોર્ટ પર દેખાઈ હતી. આ દરમિયાન રિયાએ ગ્રીન કલરનો કુર્તો અને પ્લાઝો પહેર્યો હતો. કોરોનાથી બચવા માટે માસ્ક અને ફેસશીલ્ડ પહેર્યું હતું. રિયા મુંબઈની બહાર ક્યાં ગઈ એ વિશે કોઈ જાણકારી મળી નથી, પરંતુ સુશાંતના ફેન્સનો રિયા પર ગુસ્સો હજુ શાંત થયો નથી.

એરપોર્ટ પર તેના ફોટો અને વીડિયો જાેઇને સુશાંતના ચાહકોએ તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું. એક યુઝરે લખ્યું, વેકેશન પર? હવે તો મેડમ પાસે પૈસા જ પૈસા છે, હવે કોનો જીવ લેવાનો છે? અન્ય એક યુઝરે લખ્યું, તે જામીન પર છે, શું તેને શહેર છોડીને જવાની અનુમતિ છે?

બીજા એક ટ્રોલરે કહ્યું- પ્લીઝ, આને ના બતાવો, હું આને જાેઇને અપસેટ થઇ જાઉં છું અને સુશાંતને મિસ કરવા લાગું છું.
રિયા જ્યારે પણ જાહેરમાં દેખાય છે ત્યારે હેટર્સ તેને ખરું-ખોટું સંભળાવે છે. અઠવાડિયા પહેલાં હુમા કુરૈશીનો ભાઈ સાકિબ સલીમ અલીબાગમાં જન્મદિવસ સેલિબ્રેટ કરીને ગેટ વે ઓફ મુંબઈ આગળ જાેવા મળ્યો હતો. સાકિબની સાથે રિયા પણ હતી.
એક યુઝરે સાકિબ તરફ ઈશારો કરતાં કહ્યું, ‘દૂર રહે, નહીંતર તારું પણ પત્તું કાપી નાખશે.’ અન્ય એક યુઝરે કહ્યું, ‘અગલા બકરા, મરેગા બેટા તૂ ભી.’ અન્યે કહ્યું, ‘આગામી નંબર છે. શુભેચ્છા.’ અન્ય એકે કહ્યું, ‘આશા છે કે તેને લાંબું જીવન મળે.’
રિયાએ ગીતાંજલિ વાંચતી હોય એવી તસવીર શૅર કરી હતી. આ તસવીર સાથે રવીન્દ્રનાથ ટાગરોના વિચારો શૅર કર્યા હતા. રિયાએ કહ્યું હતું, ‘સવાલ તથા રડવું; ઓહ ક્યાં? હજાર ધારાઓનાં આંસુઓમાં પીગળી ગઈ અને પૂરના આશ્વાસનની સાથે જળપ્રલયથી દુનિયાને બચાવવાની છે. હું છું. રવીન્દ્રનાથ ટાગોર, ગીતાંજલિ.’

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/