fbpx
બોલિવૂડ

લોકપ્રિય તમિલ એક્ટર વિવેકનું ચેન્નાઈની એક હોસ્પિટલમાં થયું નિધન

લોકપ્રિય તમિલ એક્ટર વિવેકનું શનિવારે સવારે ચેન્નાઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. વિવેકના મૃત્યુના કિસ્સામાં હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં એવી માહિતી આપવામાં આવી છે કે એક્ટરનું સવારના ૪ઃ૩૦ વાગ્યે અવસાન થયું હતું. એક દિવસ અગાઉ શુક્રવારે તેમને છાતીમાં દુખાવો થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિવેકના નિધનના સમાચારથી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

શુક્રવારે વિવેક બેભાન થવાને કારણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ થયા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે ૫૯ વર્ષીય હાસ્ય કલાકાર વિવેકે ગુરુવારે કોવિડ-૧૯ ની વેક્સીન લીધી હતી.


અગાઉ જે માહિતી બહાર આવી હતી તેમાં કહેવામાં આવ્યું, હાર્ટની નસમાં ૧૦૦ ટકા બ્લોક થવાને કારણે લોકપ્રિય તમિલ એક્ટરને હાર્ટ એટેક આવ્યો અને તેમની સ્થિતિ નાજુક બની હતી. તેમની સારવાર કરતા ડોક્ટરોએ કહ્યું, તેમને એક્સ્ટ્રાકોરપોરલ મેમ્બ્રેન ઓક્સીજિનેશન (ઈસીએમઓ) પર રાખવામાં આવ્યા છે જેનાથી એક કૃત્રિમ ફેફસામાંથી લોહીની નળીઓમાં લોહીનું સંચાર થઈ શકે. ઇસીએમઓ દર્દીના શરીરના બહારથી હૃદય અને ફેફસાનું કામ કરે છે. હોસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટ ડો.રાજુ શિવાસેમીએ જણાવ્યું, ૫૯ વર્ષીય હાસ્ય એક્ટરની તબિયત પર આગામી ૨૪ કલાક દેખરેખ રાખવામાં આવશે અને તેની અચાનક કથળી રહેલી તંદુરસ્તીનો ગુરુવારે તેમને અપાયેલી કોવેક્સીન રસી સાથે કોઈ સંબંધ નથી.


પદ્મ શ્રી એવોર્ડ વિવેકે રજનીકાંત, વિજય અને અજિત કુમાર સહિત અનેક મોટી તમિલ અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. તે કેટલીક ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે પણ દેખાઈ ચૂક્યા છે અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં પણ સક્રિય રહ્યા છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0