નતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં સીતા કોણ બનશે? કરીના-દીપિકાના નામ પર વિચાર
બૉલીવુડના સર્કલમાં એક ફિલ્મ ખુબ ચર્ચાઈ રહી છે, જેને દંગલ ફેમ ડાયરેક્ટર નિતેશ તિવારી લઈને આવી રહ્યા છે. રામાયણને લઈ વિવિધ પ્રકારના અંદાજા લગાવાઈ રહ્યા છે. અત્યાર સુધીના અહેવાલ મુજબ આ ફિલ્મમાં ઋતિક રોશન રાવણ અને મહેશ બાબૂ રામનો રોલ નિભાવતા જાેવા મળશે.
તો રામાયણના ફીમેલ લીડ રોલ એટલે કે સીતાના રોલ માટે બૉલીવુડની બે ટૉપ એક્ટ્રેસનું નામ ચાલી રહ્યું છે. આ બંને નામ છે કરીના કપૂર ખાન અને દૂપિકા પાદુકોણ. મીડિયા રિપોટ્ર્સનું કહેવું છે કે ફિલ્મમેકર્સ વચ્ચે સીતાના રોલ માટે દીપિકા પાદુકોણ અને કરીના કપૂરના નામ પર વિચાર ચાલી રહ્યો છે.
સીતાના રોલ માટે સૌથી વધુ ફી ઑફર કરવામાં આવનાર છે. એવામાં કરીના અથવા દીપિકા બંનેમાંથી જે કોઈપણ સીતાનો રોલ નિભાવવા નું નક્કી થાય છે તે ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસ પણ બની જશે.
નિતેશ તિવરી રામાયણ પ્રોજેક્ટને મોટા પાયે લાવી રહ્યા છે. આ એક બિગ બજેટ ફિલ્મ હોય શકે છે. પરંતુ હજી સુધી સત્તાવાર રીતે આ ડિટેલ્સની ઑફિશિયલ ઘોષણા થવી બાકી છે.
મહેશ બાબૂ જ્યાં રામના રોલમાં જાેવા મળશે જ્યારે ઋતિક રોશન રાવણના રોલમાં જાેવા મળશે તે ફાઈનલ થઈ ગયું છે. ઋતિક રોશન આ રોલને લઈ ધમાકો મચાવી દેશે, બસ હવે ઔપચારિક એલાનનો ઈંતેજાર છે. મધુ મંતેના દ્વારા પ્રોડ્યૂસ રામાયણ એક મેગા બજેટ ફિલ્મ હશે, જે એકસાથે કેટલીય ભાષામાં રિલીઝ કરાશે.
Recent Comments