fbpx
બોલિવૂડ

શ્રુતિ હસને કહ્યું- મારા માતા-પિતા છુટાછેડા લઇ રહ્યા હતા ત્યારે હું ખુબજ ખુશ થઇ હતી

એકટ્રેસ શ્રુતિ હસન સાઉથની ફિલ્મોમાં જાણીતી અભિનેત્રી છે. શ્રુતિ હસન જાહેરમાં ગમે તે વિષય પર પોતાની વાત વ્યક્ત કરતા ખચકાતી નથી એ તેની ખાસીયત છે. શ્રુતિ હસન સાઉથના સુપર સ્ટાર કમલ હાસન અને અભિનેત્રી સારિકાની પુત્રી છે. આમતો અભિનેત્રી લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે પણ સોશિયલ મીડિયાથી પ્રશંસકો સાથે જાેડાયેલી રહે છે. હાલમાં અભિનેત્રીએ એક ચોંકાવનારી વાત કરી હતી.

શ્ર્રુતિએ કહ્યું, જ્યારે તેને જાણ થઇ કે તેના માતા-પિતા છુટાછેડા લઇ રહ્યા છે તે ખુબજ ખુશ થઇ હતી. શ્ર્રુતિએ કહ્યું, તેના માતા-પિતાના આ ર્નિણયથી તેને ગર્વ છે. શ્રુતિએ કહ્યું, ‘તે ખુશ છે કે મારા માતાપિતાએ અલગ થવાનું નક્કી કર્યું કારણ કે જાે બે લોકો સાથે રહી શકતા નથી, તો તેઓએ જબરદસ્તી સાથે ન રહેવુ જાેઇએ. ‘

શ્રુતિએ કહ્યું, ‘હું મારા પિતાની વધારે નજીક છું અને માતા પણ મારા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. હું તેમના માટે ઉત્સાહિત હતો. હું ખુશ હતી કે તેઓ સંબંધોને ગુંચવવા નથી માંગતા. અભિનેત્રીએ કહ્યું, ‘જ્યારે હું ખૂબ નાની હતી ત્યારે બંને છૂટા પડ્યા હતા અને તે ખૂબ સરળ હતું કે તેઓ સાથે હોવાને બદલે અલગ થઈને ખૂબ ખુશ હતા.

શ્રુતિ હસનના માતાપિતા કમલ હાસન અને સારિકા લગ્નના ૧૬ વર્ષ પછી અલગ થઈ ગયા હતા. તેમના લગ્ન ૧૯૮૮ માં થયા અને ૨૦૦૪ માં બંનેએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. તે સમયે તેમની બે પુત્રી હતી, શ્રુતિ ૧૬ વર્ષની હતી અને અક્ષરા હસન ૧૩ વર્ષની હતી.
હિન્દી ફિલ્મોમાં અભિનેત્રીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો શ્રુતિ હસન બોલિવૂડમાં વર્ષ ૨૦૦૯ માં ફિલ્મ ‘લક’થી અભિનયની શરૂઆત કરી હતી. આ પછી તેણે ‘ડી-ડે’, ‘રામૈયા વસ્તાવૈયા’, ‘ગબ્બર ઇઝ બેક’, ‘વેલકમ બેક’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. શ્રુતિ હસન છેલ્લે ફિલ્મ ‘વકીલ સાબ’ માં જાેવા મળી હતી. ‘સલાર’ ફિલ્મમાં તે પ્રભાસની સાથે ટૂંક સમયમાં જાેવા મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/