અભિનેતા શાલીન ભનોટ સેક્સ વર્કર્સની મદદ કરવા કમાઠીપુરા પહોંચ્યો, વીડિયો કરી પોસ્ટ
અભિનેતા શાલીન ભનોટે સો.મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો. જેમાં તે કમાઠીપુરામાં સેક્સ વર્કર્સની મદદ કરવા માટે પહોંચ્યો હતો. આ કામની પ્રેરણા માટે શલીને સોનુ સુદનો આભાર માન્યો, તેના કારણે જ તે આ મહિલાઓની મદદ માટે આગળ આવ્યો જે પોતાની જાતને માત્ર ૫૦ રૂપિયા માટે વેચવા તૈયાર રહે છે. શાલીને જણાવ્યું, તેમાંથી ઘણી મહિલાઓની પાસે માસ્ક અથવા સ્વચ્છતા ઉત્પાદનો જેવી બેઝિક વસ્તુઓ પણ નહોતી.
શાલીને પોતાની પોસ્ટમાં લખ્યું, મારી કાર મુંબઈના શ્રાપિત કમાઠીપુરાની નાની ગલીઓમાં પ્રવેશતા જ હું લાચાર થઈ ગયો. બીજા લોકડાઉન દરમિયાન હું બેચેન હતો, હું કંઈક સારું કરવા માગતો હતો. જેને આપણે કળયુગ કહીએ છીએ તેમાં ઉદારતા અને માનવતાની કોઈ કમી નથી. લોકો પહાડો પર જઈને
જરૂરીયાતમંદોને મદદ કરી રહ્યા છે. સોનુ સુદ જે એક મસીહા બનીને સામે આવ્યા છે, તેમણે જ અમને આ રાહ પર ચાલવાની પ્રેરણા આપી છે.
શાલીન ભનોટે કહ્યું, મેં રિસર્ચ કર્યું અને જાણવા મળ્યું કે કેવી રીતે અમારા રેડ લાઈન એરિયામાં કોઈનું ધ્યાન નથી જતું. હું એક સોશિયલ વર્કર દ્વારા તે લોકો સુધી પહોંચ્યો. તેણે કહ્યું, આ મહિલાઓ પોતાને ફક્ત ૫૦ રૂપિયામાં વેચે છે, તો હું સ્તબ્ધ થઈ ગયો. હું લોકોને એક સાથે લાવવા માગતો હતો, તેમના માટે પૈસા ભેગા કરવા માગતો પરંતુ કહેવાય છે ને કે ઉદાહરણ બનવા માટે લીડર બનો તેથી મારાથી જે કંઈ થઈ શકતું હતું તે મેં કર્યું. તેમની તાત્કાલિક જરૂરિયાતોને જાણી અને લગભગ ૧૦૦ પરિવારોની મદદ કરવાનો પ્રયાસ કર્યો.
શાલીને કહ્યું, જ્યારે હું ત્યાંથી નીકળતો હતો ત્યારે કેટલી મહિલાઓ દોડીને મારી પાસે આવી, તેમની આંખોમાં આંસુ હતા, તેમને માસ્કની જગ્યાએ પોતાનો દુપટ્ટો બાંધ્યો હતો. તેઓ હાથ જાેડીને ઊભી હતી. મેં આવી નિરાશાજનક પરિસ્થિતિઓ ક્યારેય જાેઈ નથી. હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ પરંતુ મને તમારા લોકોની પણ જરૂર છે, તમે આગળ આવો અને મારી મદદ કરો. હું વાસ્તવમાં સલાહની શોધમાં છું. શું આપણે આપણી મહિલાઓને બચાવવાનો પ્રયત્ન કરી શકીએ છીએ?
Recent Comments