fbpx
બોલિવૂડ

માનહાનિ કેસઃ કંગના રનૌતે સુનાવણીમાં કાયમી છૂટ માટે કોર્ટમાં અરજી કરી

કંગના રનૌત ઇચ્છે છે કે ગીતકાર જાવેદ અખ્તરના માનહાનિના કેસ સાથે સંબંધિત સુનાવણીમાં તેણે હંમેશાં માટે છૂટ આપવામાં આવે. આ અંગે તેણે કોર્ટમાં એક અરજી કરી છે અને કામ સંબંધિત પોતે વ્યસ્ત હોવાની વાત જણાવી છે. તેનું કહેવું છે, શૂટિંગ દરમિયાન તેને દેશ અને વિદેશ સિવાય અલગ અલગ જગ્યાએ જવું પડે છે. આવી સ્થિતિમાં તે શૂટ છોડીને સુનાવણી માટે આવે છે તો પ્રોડક્શન હાઉસને ઘણું નુકસાન વેઠવું પડશે.
કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં લખ્યું છે કે, કંગના શારીરિક રીતે સુનાવણીમાં સામેલ નહીં થઈ શકે. પરંતુ તેની તરફથી તેના વકીલ રિઝવાન સિદ્દીકી ત્યાં હાજર રહેશે. અરજીમાં એ પણ લખવામાં આવ્યું છે કે, કંગનાને તેની ગેરહાજરીના પુરાવા રજૂ કરવામાં કોઈ સમસ્યા નથી. કંગનાની આ અરજી પર સુનાવણી ૨૭ જુલાઈએ થશે.

જાવેદની ફરિયાદ બાદ મેટ્રોપોલિટીન મેજિસ્ટ્રેટ કોર્ટે કંગનાની વિરુદ્ધ જામીન વોરંટ ઈશ્યૂ કર્યું હતું. કંગના અદાલત પહોંચી અને બોન્ડ બાદ તેનું વોરંટ રદ કરવામાં આવ્યું હતું.
કંગનાએ કહ્યું, જાવેદ અખ્તરે તેને ઘરે બોલાવવાની ધમકી આપી હતી. કંગનાના અનુસાર, અખ્તરે કહ્યું હતું, રાકેશ રોશન અને તેમનો પરિવાર ઘણા મોટા લોકો છે. જાે તે રીતિક રોશન અને તેમના પરિવારની માફી નહીં માગે તેઓ તેણે જેલમાં મોકલી શકે છે.

અગાઉ કંગનાની બહેન રંગોલ ચંદેલ પણ સો.મીડિયા દ્વારા આ દાવો કરી ચૂકી હતી. રંગોલીએ લખ્યું હતું, ‘જાવેદ અખ્તરજીએ કંગનાને ઘરે બોલાવી અને ધમકી આપી કે તે રીતિક રોશનની માફી માગે. મહેશ ભટ્ટે કંગના પર ચંપલ ફેંક્યું હતું, કારણ કે તેણે ભટ્ટની ફિલ્મમાં સુસાઈડ બોમ્બરની ભૂમિકા ભજવવાની ના પાડી દીધી હતી. તે વડાપ્રધાનને ફાસીવાદી કહી છે…કાકાજી તમે બંને શું છો?’

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/