fbpx
બોલિવૂડ

‘સ્લમડોગ મિલિયોનર’ ફૅમ એક્ટ્રેસ ફ્રીડા પિન્ટો લગ્ન પહેલા થઇ પ્રેગ્નન્ટ, તસવીર કરી શૅર

‘સ્લમડોગ મિલિયોનર’ ફૅમ એક્ટ્રેસ ફ્રીડા પિન્ટો પ્રેગ્નન્ટ છે. ફ્રીડાએ ફિયાન્સ કૉરી ટ્રેન સાથે તસવીર શૅર કરીને ચાહકોને આ ગુડ ન્યૂઝ આપ્યો છે. ફ્રીડાએ કૉરી સાથે ૨૦૧૯માં સગાઈ કરી હતી અને બંનેએ હજી સુધી લગ્ન કર્યા નથી.

ફ્રીડાએ મંગેતર સાથેની તસવીર શૅર કરીને કહ્યું, ‘બેબી ટ્રેન આવવાનો છે.’ ફ્રીડાએ ગુડ ન્યૂઝ શૅર કર્યા પછી ચાહકો તથા સેલેબ્સ તેને શુભેચ્છા પાઠવી રહ્યાં છે.
ફ્રીડા તથા કૉરીએ નવેમ્બર, ૨૦૧૯માં સગાઈ કરી હતી. કૉરી એડવેન્ચર ફોટોગ્રાફર છે. ફ્રીડાના સંબંધો પહેલા ‘સ્લમડોગ..’ના કો-સ્ટાર દેવ પટેલ સાથે હતા. છ વર્ષ બાદ બંને ડિસેમ્બર, ૨૦૧૪માં અલગ થયા હતા. બે વર્ષ બાદ ફ્રીડાનું અફેર પોલો પ્લેયર રોન્ની સાથે હતું. જાેકે, આ સંબંધો લાંબા ટક્યા નહોતા. ત્યારબાદ ફ્રીડાના સંબંધો કૉરી સાથે હતા.

ફ્રીડા ઇન્ડિયન એક્ટ્રેસ છે. જાેકે, તે અમેરિકન તથા બ્રિટિશ ફિલ્મમાં કામ કરે છે. મુંબઈમાં જન્મેલી ફ્રીડાને નાનપણથી જ એક્ટ્રેસ બનવું હતું. ફ્રીડાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. ગ્રેજ્યુએશન પછી ફ્રીડાએ મોડલિંગ કર્યું હતું અને ટીવી પ્રેઝેન્ટર તરીકે પણ કામ કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/