fbpx
બોલિવૂડ

સુપરસ્ટાર પ્રભાસે અમિતાભ બચ્ચન સાથે નાગ અશ્વિનની ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું

સુપરસ્ટાર પ્રભાસે નાગ અશ્વિનની સાયન્સ ફિક્શન ફિલ્મનું શૂટિંગ શરુ કરી દીધું છે. આ ફિલ્મમાં બાહુબલી ફેમ પ્રભાસની સાથે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ લીડ રોલમાં છે. ફિલ્મનું શૂટિંગ શરુ કર્યા પહેલાં હૈદરાબાદની રામોજી ફિલ્મ ફેસ્ટિવલ સિટીમાં મુહૂર્ત પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભાસે સો.મીડિયા પર આ પૂજાની ઝલક શેર કરી છે.


પ્રભાસે ગુરુ પૂર્ણિમાના દિવસે સો.મીડિયા પર શૂટિંગ શરુ થયાની જાણકારી આપી. એક્ટરે કેપ્શનમાં લખ્યું, ગુરુ પૂર્ણિમાના ખાસ દિવસે ઇન્ડિયન સિનેમાના ગુરુ માટે ક્લેપ કરવી એ મારા માટે સૌભાગ્યની વાત છે. શૂટિંગ શરુ થઈ ગયું છે, પ્રોજેક્ટ-કે. અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, નાગ અશ્વિન, વૈજયંતી મૂવીઝ.

અમિતાભ બચ્ચને મુહૂર્ત પછી પોતાના ભાગનું શૂટિંગ શરુ કરી દીધું છે. બિગ બીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી લખ્યું, પ્રોજેક્ટ-કેના મુહૂર્ત માટે. આવી વ્યક્તિની પાછળ ક્લેપ દરમિયાન ઊભા રહેવું એ મારા માટે એક સૌભાગ્યની વાત છે. તેમણે આખા દેશને બાહુબલી ફિલ્મ દ્વારા સિનેમેટિક મેજિકલ વેવ આપ્યા છે. પ્રભાસ.

નાગ અશ્વિનની સાયન્સ ફિક્શન ફિલ્મમાં પ્રથમવાર પ્રભાસ અને દીપિકા પાદુકોણની જાેડી જાેવા મળશે. ડિરેક્ટરે દીપિકાના રોલ વિશે કહ્યું, હું ખૂબ એક્સાઈટેડ છું કારણકે જે કેરેક્ટર દીપિકા ભજવશે તે રોલ આજ સુધી કોઈએ પ્લે કર્યો નથી. પ્રભાસ અને દીપિકાનું પેરિંગ અને બંનેની સ્ટોરી આ ફિલ્મનો હાઈલાઈટ પોઈન્ટ હશે.
અમિતાભ બચ્ચન નાગ અશ્વિનની આ ફિલ્મ માટે તગડી ફી લઇ રહ્યા છે. તેઓ ૨૧ કરોડ રૂપિયાનો ચાર્જ લેશે. જાે કે, આ વાતની હજુ ઓફિશિયલ જાહેરાત થઇ નથી. પરંતુ તેની ચારેકોર ચર્ચાઓ થઇ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/