fbpx
બોલિવૂડ

પ્રભાસની સાલાર અને હૃતિકની ફાઈટર બંને એક જ દિવસે રિલીઝ થતાં ટક્કર જામશે

૧૫ ઓગસ્ટના દિવસે પ્રભાસે તેની ફિલ્મ ‘સાલાર’ની રિલીઝ ડેટની જાહેરાત કરતા જ સોશિયલ મીડિયામાં પ્રભાસ અને તેની ફિલ્મ હાલ ટ્રેન્ડિંગમાં છે. ‘સાલાર’ આવતા વર્ષ ૨૮ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. પ્રભાસે જાહેરાત કરતા હૃતિક રોશનની મુશ્કેલીમાં વધારો થયો છે, આ પાછળનું કારણ હોય તો તે છે હૃતિક રોશન ને પ્રભાસની ફિલ્મો વચ્ચેની ટક્કર. પ્રભાસની ‘સાલાર’ અને હૃતિકની ‘ફાઇટર’ બંને આવતા વર્ષે ૨૮ સપ્ટેમ્બરના જ દિવસે રિલીઝ થશે, જેની સીધી અસર કલેક્શન ઉપર થઇ શકે છે. આ સિવાય બૉયકોટ બોલિવૂડના ટ્રેન્ડને જાેતાં હૃતિક રોશન માટે બૉક્સ ઑફિસ પર ‘સાલાર’નો સામનો કરવો કાંટાની ટક્કર જેવો હોય શકે છે. ‘કેજીએફ ચેપ્ટર ૨’ના દિગ્દર્શક પ્રશાંત નીલ પ્રભાસ ‘સાલાર’ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે, તો બીજી તરફ ‘ફાઇટર’નું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. બંને ફિલ્મોની કાસ્ટ ઘણી મજબૂત છે. જ્યારે ‘સાલર’માં શ્રુતિ હાસન, પૃથ્વીરાજ સુકુમારન અને જગપતિ બાબુ લીડ રોલમાં છે, જ્યારે ‘ફાઇટર’માં લીડરોલમાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર અને હૃતિક રોશન છે.

પ્રભાસ ફિલ્મ ‘બાહુબલી’ના કારણે સુપરસ્ટાર બન્યો છે. ફિલ્મ ‘બાહુબલી ૨’ પછી પ્રભાસની ફિલ્મો ‘સાહો’, ‘રાધે-શ્યામે’ સારું પ્રદર્શન કરી શકી ન હતી. તો પ્રભાસની છેલ્લી ફિલ્મ ‘રાધે શ્યામ’ તો ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. હૃતિકની છેલ્લી ફિલ્મ વર્ષ ૨૦૧૯માં રિલીઝ થયેલી ‘વોર’ હતી. તો બીજી તરફ એક્ટરને આગામી ફિલ્મ ‘ફાઈટર’ને લઈને ઘણી આશાઓ છે, પરંતુ પ્રભાસની ફેન ફોલોઈંગને જાેતા બંને ફિલ્મ વચ્ચે ટક્કર થઇ શકે છે.રિતિક રોશન પોતાના પર્ફેક્શન સાથેના અભિનય અને ડાન્સ માટે ખુબ જાણીતો છે. બોલીવુડના અન્ય અભિનેતાઓની સરખામણીએ રિતિક રોશન એક્ટિંગની બાબતમાં થોડો જુદો તરી આવે છે. કારણકે, તે જે પણ રોલ કરે છે તેના કિરદારમાં પુરી રીતે ઊંડો ઉતરી જાય છે. એજ કારણ છેકે, પડદા પર તેનો અભિનય નહીં પણ ખરેખર તે એજ જીવન જીવતો હોય તેવું પ્રતિત થાય છે. સુપર ૩૦ માં શિક્ષકની ભૂમિકા હોય કે પછી કાબિલમાં અંધ યુવકની ભૂમિકા હોય, જાેધા અકબર હોય કે પછી કોઈ મિલ ગયાનો રોલ હોય રિતિક દરેક ભૂમિકા બખુબી ભજવે છે. ત્યારે હવે રિતિક રોશન ફેન્સ માટે સારા સમાચાર છે. રિતિક હવે ૪ વર્ષ બાદ ફરી રૂપેરી પડદા પર છવાઈ જવા માટે તૈયાર છે. જાેકે, આ વખતે સિલ્વર સ્ક્રિન પર તેની સામે ટકરાશે બોલીવુડનો ‘બાહુબલી’.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/