મેગાસ્ટાર ચિરંજીવીના જન્મદિવસે જાણો તેમના વિશે રસપ્રદ વાતો
કોનિડેલ્લા શિવા શંકરા વારા પ્રસાદનો જન્મ થયો ૨૨ ઓગસ્ટ ૧૯૫૫ના રોજ, જેમને આપણે ચિરંજીવીના નામથી જાણીએ છે. તેમના ફેન્સ તેમને ચિરુ નામથી પણ બોલાવે છે. ચિરંજીવીના પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા. જેના કારણે તેમની ઘણી વખત બદલી થતી રહેતી હતી. ચિરંજીવીએ મોટાભાગનું બાળપણ પોતાના દાદા-દાદી સાથે જ વિતાવ્યું છે. તેમનું ભણતર નિદાદવોલું, ગુરાજલા, બપતલા, પુનુરુ અને મોઘલથુરમાં થયું હતું. તે પોતાના સ્કૂલિંગ દિવસોમાં જ દ્ગઝ્રઝ્રના કેડેટ બની ગયા હતા. ચિરંજીવીએ નરસાપુરની શ્રી વાય એન કોલેજમાંથી કોમર્સની ડિગ્રી મેળવી હતી.
જે બાદ તેઓ ચેન્નઈ જતા રહ્યા. જ્યાં તેમણે મદ્રાસ ફિલ્મ ઈન્સ્ટિટયૂટમાંથી તેમણે એક્ટિંગ શીખી. એવું જાણવા મળે છે કે, ચિરંજીવીનો સમગ્ર પરિવાર અંજની દેવીની પૂજા કરતો હતો. એટલે જ તેમનું નામ ચિરંજીવી રાખવામાં આવ્યું. ઘણી ફિલ્મોમાં ચિરંજીવી નાના-મોટા રોલ્સમાં જાેવા મળ્યા. પણ હિરો તરીકે તેઓ ફિલ્મ ઈન્તલુ રમૈયા, વિધીલુ ક્રષિનૈયામાં જાેવા મળ્યા હતા. જે ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થઈ હતી. પછી તેઓ મહાન ડાયરેક્ટર કે. વિશ્વનાથનની શુભાલેખામાં કાસ્ટ થયા હતા. જે માટે તેમને તેલુગુ બેસ્ટ એક્ટર માટે ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો. ચિરંજીવીએ ફિલ્મ આઈ લવ યુ, ઈડી કાથા કાડુમાં એન્ટી હિરો રોલ્સ પણ નિભાવ્યા છે. જ્યારે, પ્રણામખરીડુ, માના વુરી પંડાવલુ, જેવી ફિલ્મોથી લોકોને તેમના અભિનયનો પરિચય થયો હતો.
ચિરંજીવીને લોકો જાેરદાર ડાન્સ અને પાવરફૂલ એક્શન સિન્સ માટે યાદ કરે છે. તેમણે હિન્દી ફિલ્મ આજ કા ગુંડારાજમાં પણ કામ કર્યું હતું. તેમને પદ્મભૂષ્ણ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે અને આંધ્ર યુનિવર્સિટીમાંથી હોનેરેરી ડોક્ટરેટ પણ આપવામાં આવ્યું છે. આ વાત પણ જાણવા જેવી છે કે, તેઓ ૧૦ વખત ફિલ્મફેર એવોર્ડ જીતી ચૂક્યા છે અને ચાર વખત નંદી એવોર્ડ તેમના નામે છે. તેમના લગ્ન તેલુગુ અભિનેતા અલ્લુ રામલિંગાની પુત્રી સુરેખા સાથે થયા હતા. તેમને બે દિકરી છે, એકનું નામ સુસ્મિતા અને બીજીનું નામ શ્રીજા છે. જ્યારે, તેમનો એક દિકરો પણ છે, જેનું નામ રામ ચરણ તેજા છે.
અને તે હાલમાં સાઉથ ઈન્ડસ્ટ્રીનો એક મોટો સુપરસ્ટાર છે. જ્યારે, તેમનો નાનો ભાઈ પવન કલ્યાણ પણ એક એક્ટર છે. ચિરંજીવીએ એવા સમયમાં નામના મેળવી કે જ્યારે, રજનીકાંત અને કમલ હસન બંનેની ફિલ્મો બોક્સ ઓફિસે ટંકશાળ પાડતી હતી. બાદમાં તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું અને તેમની પાર્ટીનું નામ છે, પ્રજા રાજ્યમ. ચિરંજીવીએ પોતાના જીવન દરમિયાન એટલું હાંસલ કર્યું છે. જે સામાન્ય માણસ માટે અઘરું છે.ક્યારેક તેમને બિગર ધેન બચન કહેવામાં આવ્યા, તો કોઈ વખત તેમનામાં રજનીકાંત અને કમલ હસન બને હાજર હોવાનું કહેવામાં આવ્યું. વર્ષ ૧૯૯૨માં તેમણે ૧.૨૫ કરોડ ફિસ ચાર્જ કરીને તે મની મશીન બની ગયા. જે ૧૯૯૨થી ૨૦૦૦ સુધી હાઈએસ્ટ ટેક્સપેયર પણ રહી ચુક્યા છે.
Recent Comments