fbpx
બોલિવૂડ

‘આદિપુરુષ’ને લઈને ભૂષણ કુમાર કોન્ફિડન્ટ? ઓમ રાઉતને ગિફ્ટ કરી ૪ કરોડની કાર

બિગ બજેટ ફિલ્મ ‘આદિપુરુષ’નું ટીઝર રિલીઝ થતાં જ વિરોધના સૂર ઉઠ્‌યા હતા. હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા કરોડો લોકોની ભાવના દુભાઈ હોવાના આક્ષેપ સાથે ફિલ્મ મેકર્સ સામે લોકોએ વિરોધ નોંધાવ્યો છે. ફિલ્મમાં જે રીતે ભગવાન રામ, રાવણ અને હનુમાનજીના પાત્રોને દર્શાવવામાં આવ્યા છે તે જાેઈને લોકોમાં આક્રોશ છે અને જે ફેન્સ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા તેમાંના અનેક લોકોએ ‘બોયકોટ આદિપુરુષ’ હેશટેગ સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. આ ફિલ્મના વિરોધે રાજકીય રંગ પણ પકડ્યો છે અને ફિલ્મ સામે સુપ્રીમ કોર્ટ સુધી જવાની ચીમકી અનેક નેતાઓ આપી ચૂક્યા છે, પરંતુ ફિલ્મના મેકર્સ આવા વિરોધ સામે બિન્દાસ નજર આવી રહ્યા છે. ફિલ્મ નિર્માતા ભૂષણ કુમારે ‘આદિપુરુષ’ના ડિરેક્ટર ઓમ રાઉતને લગભગ રૂપિયા ૪ કરોડની ફરારી હ્લ૮ ટ્રિબ્ટો ગિફ્ટ કરી છે. જેની એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મના વિરોધ વચ્ચે પણ ભૂષણ આ ફિલ્મ સુપર હિટ થશે તે વાતને લઈને કોન્ફિડન્ટ છે અને ફિલ્મના બિઝનેસ વિશે તેને કોઈ ચિંતા નથી. ડિરેક્ટર ઓમના વિઝન પર તેમને વિશ્વાસ છે. ઓમને ગિફ્ટ આપવામાં આવેલી કાર ભૂષણે નવી ખરીદી નથી, પરંતુ તેણે તેના કલેક્શનમાંથી ઓમને ગમતી કાર ગિફ્ટ કરી છે. ભૂષણ અગાઉ પણ આ વર્ષે એક મોંઘીદાટ કાર કાર્તિક આર્યનને ગિફ્ટ કરી ચૂક્યો છે. ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’ની સફળતાથી ખુશ થઈને ભૂષણે કાર્તિકને રૂપિયા ૪.૫ કરોડની કાર ગિફ્ટ કરી હતી. આ વર્ષે ટી-સિરીઝ દ્વારા નિર્મિત હિટ ફિલ્મો કરતાં ફ્લોપ ફિલ્મોનું લિસ્ટ લાંબું છે તેમ છતાં ભૂષણ કુમારે તેની દિલદારી દર્શાવી છે અને ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થાય તે પહેલા જ ડિરેક્ટરને એક્સ્પેન્સિવ ગિફ્ટથી નવાજ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/