fbpx
બોલિવૂડ

‘રામાયણ’માં આલિયાને સાઈ પલ્લવી રીપ્લેસ કરશે

ફિલ્મ મેકર નિતેશ તિવારીએ રામાયણ આધારિત ફિલ્મ જાહેર કરી ત્યારે ભગવાન રામના રોલ માટે રણબીર કપૂર અને સીતા માતાના કેરેક્ટરમાં આલિયા ભટ્ટ ફાઈનલ હતા. આ ર્નિણય લેતા પહેલાં જુલાઈ મહિનામાં ફિલ્મ સિટીમાં ટેસ્ટ શૂટ યોજાયુ હતું. જાે કે શૂટિંગ શરૂ થતાં પહેલાં આલિયા ભટ્ટે આ પ્રોજેક્ટમાંથી વિદાય લીધી છે અને હવે તેના સ્થાને સાઉથની એક્ટ્રેસ સાઈ પલ્લવીને લીડ રોલ અપાય તેવી શક્યતા છે. આલિયા ભટ્ટની વિદાય અંગે કહેવાય છે કે, પ્રી-પ્રોડક્શન ધીમી ગતિએ ચાલી રહ્યું છે. રામાયણને લગતી નાનામાં નાની વિગતો ચેક થઈ રહી છે. આદિપુરુષમાં કેરેક્ટર્સના લૂક અને ડ્રેસિંગ અંગે જે પ્રકારના વિવાદો થયા તેને જાેઈને મેકર્સે સાવચેતી વધારી છે. ઓથેન્ટિક રામાયણ બનાવવાની નીતેશની ઈચ્છા છે.

તેના કારણે પ્રી પ્રોડક્શનમાં વધારે સમય લાગી રહ્યો છે. ડિસેમ્બરમાં શૂટિંગ શરૂ ન થાય તો આલિયાને ડેટ્‌સની સમસ્યા છે. જેના કારણે આલિયાએ આ ફિલ્મમાંથી વિદાય લેવાનું નક્કી કર્યું છે. રણબીર કપૂર હજુ આ પ્રોજેક્ટ માટે તૈયાર છે. બીજી બાજુ કેજીએફ સ્ટારને રાવણ બનાવવાની ઈચ્છા હજુ પૂરી થઈ નથી. યશ અને ફિલ્મ મેકર્સ વચ્ચે વાતચીત ચાલી રહી છે. યશનો લૂક ટેસ્ટ લેવાઈ ગયો છે અને સ્ક્રિપ્ટ સહિતની તમામ બાબતો અંગે યશ સાથે ચર્ચા થાય છે. જાે કે ફિલ્મ સાઈન કરવામાં યશ વિલંબ કરે છે. સાઈ પલ્લવી સાથે પણ વાતચીત ચાલી રહી છે. જાે કે ફિલ્મ મેકર્સ કે એક્ટર તરફથી આ બાબતે કોઈ કન્મફર્મેશન અપાયું નથી. રામાયણ આધારિત ફિલ્મને ત્રણ ભાગમાં બનાવવાનું આયોજન છે. તેથી એક સાથે ત્રણેય ભાગનું કામ ચાલી રહ્યું છે અને તેના કારણે પ્રી પ્રોડક્શનમાં વાર લાગી રહી છે. ફિલ્મની કાસ્ટ અને સ્ક્રિપ્ટમાં પણ વિશેષ સાવચેતી રખાય છે. શૂટિંગ શરૂ કરવાની ઉતાવળમાં આદિપુરુષ જેવી હાલત થવાની આશંકા પણ છે. એકંદરે ફિલ્મની કાસ્ટ અને સ્ક્રિપ્ટ માટે ચાલી રહેલી મથામણ વચ્ચે રામાયણનું શૂટિંગ ક્યારે શરૂ થશે તે કહેવું અઘરું છે.

Follow Me:

Related Posts