fbpx
બોલિવૂડ

હોલિવૂડની જેમ રૂ.૨૦૦૦-૩૦૦૦ કરોડની ફિલ્મો આપવા આપણે સક્ષમ છીએ : અક્ષય કુમાર

અક્ષય કુમારની લેટેસ્ટ ફિલ્મ મિશન રાનીગંજને બોક્સઓફિસ પર એવરેજ રિસ્પોન્સ છે.આ ફિલ્મને બોક્સઓફિસ પર કેવો રિસ્પોન્સ મળશે, તે અંગે વાત કરતાં અક્ષયકુમારે જણાવ્યું હતું કે, બિઝનેસની ચર્ચા કરી ફિલ્મો પર પ્રેશર થવું જાેઈએ નહીં. બિઝનેસના બદલે સ્ટોરી અને કન્ટેન્ટની વાત થવી જાેઈએ. હાલના સમયમાં ૧૦૦ કરોડનું કલેક્શન સાવ સામાન્ય થઈ ગયું છે, તેવી સલમાન ખાને કોમેન્ટ કરી હતી.

આ સંદર્ભે વાત કરતાં અક્ષયે દાવો કર્યો હતો કે, હોલિવૂડની જેમ ઈન્ડિયન સિનેમા પણ ૨૦૦૦-૩૦૦૦ કરોડની ફિલ્મ આપવા સક્ષમ છે. જવાન અને ગદર ૨ના બોક્સઓફિસ કલેક્શન અંગે વાત કરતાં અગાઉ સલમાન ખાને જણાવ્યુ હતું કે, રૂ.૧૦૦ કરોડની ક્લબ હવે મોટી વાત નથી. હવે નવો બેન્ચમાર્ક રૂ.૧૦૦૦ કરોડના કલેક્શનનો હોવો જાેઈએ. અક્ષય કુમારનું માનવું છે કે, બિઝનેસનો વિચાર કરવાથી ફિલ્મો પર પ્રેશર આવે છે. તેને માત્ર બિઝનેસની દૃષ્ટિથી જાેવી જાેઈએ નનહીં. કેટલીક સ્ટોરીઝ કહેવાય તે જરૂરી હોય છે અને તેને બિઝનેસ સાથે સરખાવી શકાય નહીં. શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની સફળતા અંગે ખુશી વ્યક્ત કરતાં અક્ષયે કહ્યું હતું કે, હજુ ઘણી વધારે ફિલ્મો હિટ જાય તેવી આશા છે. શાહરૂખની જવાને આવો સારો બિઝનેસ કર્યો તેનાથી આનંદ થયો છે.

તેની સાથે ગદર ૨, ઓહ માય ગોડ ૨ સહિત ઘણી ફિલ્મોનું પ્રદર્શન સારું રહ્યું છે. કોરોના દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રી બહુ ખરાબ તબક્કામાંથી પસાર થઈ હતી. હવે સ્થિતિ બદલાઈ છે અને રૂ.૧૦૦૦ કરોડનો બેન્ચમાર્ક બને તે મોટી બાબત છે. જાે કે મને આશા છે કે, હોલિવૂડની જેમ આપણે પણ રૂ.૨૦૦૦-૩૦૦૦ કરોડની ફિલ્મો આપવા સક્ષમ છે. ઈન્ડિયન સિનેમા પાસે જેવા સ્ક્રિનપ્લે અને સ્ક્રિપ્ટ છે, તેવું હોલિવૂડ પાસે નથી. અક્ષય કુમારની ફિલ્મ મિશન રાનીગંજ તાજેતરમાં રિલીઝ થઈ છે. ૧૯૮૯ના વર્ષમાં કોલસાની ખાણમાં સર્જાયેલી હોનારતમાં ૬૫ શ્રમિકો ફસાયા હતા. પોતાના જીવના જાેખમે તેમને બચાવી લેનારા એન્જિનિયર જસવંતસિંહ ગિલનો રોલ અક્ષય કુમારે કર્યો હતો. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા, રવિ કિશન, કુમુદ મિશ્રા અને પવન મલહોત્રા પણ મહત્ત્વના રોલમાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/