ભાવનગર

ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે નેશનલ ટેકનોલોજી ડે‌ ની ઉજવણી અંતર્ગતબોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ કાર્યક્રમનું આયોજન

આજરોજ રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે નેશનલ ટેકનોલોજી ડે ની ઉજવણી અંતર્ગત બોમ્બ
ડિસ્પોઝલ સ્ક્વોર્ડ (Special Operations Group) ભાવનગર પોલીસ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
હતું.
આ કાર્યક્રમમાં શ્રી ડી. યુ. સુનેસરા, SOG PI ભાવનગર પોલીસ, તથા શ્રી એન. જી. ડાભી PSI (બોમ્બ ડિટેક્ટર
& ડિસ્પોઝલ) તથા તેમની સમગ્ર ટીમ દ્વારા સુરક્ષા અને બોમ્બ કેવી રીતે નિષ્ક્રિય કરવામાં આવે તે અંગે જાણકારી
આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બોમ્બ ડિસ્પોઝલ ડિટેક્ટ કરવાના સાધનો, જુદા જુદા ડોગ સ્કવોર્ડના પ્રકાર,
સાવચેતીના પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કોઈ પણ આકસ્મિક ઘટના થાય તો શું કાળજી લેવી જોઈએ, પોલીસ આપણને કઈ રીતે મદદ કરી શકે, જુદા
જુદા ફોન નંબરની માહિતી, બોમ્બના પરીક્ષણનું લાઈવ ડેમોસ્ટ્રેશન તથા ડોગ સ્ક્વોર્ડનું લાઈવ ડેમોસ્ટ્રેશન પણ
કરવામાં આવ્યું હતું. જે જોઈને બાળકોમાં નવીન કુતૂહલ સર્જાયું હતું.
આ કાર્યક્રમમાં કલ્યાણ લોગ વિજ્ઞાન કેન્દ્ર ભાવનગરના સહયોગથી ITI તળાજા કોલેજના 100 કરતાં વધારે
વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમથી બાળકોએ આધુનિક ટેકનોલોજી અને ભારતના નાગરિક તરીકે કઈ રીતે
આપણે મદદરૂપ થઈ શકીએ તે અંગે રસપ્રદ માહિતી આપવામાં આવી અને બાળકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ પણ
મળ્યો હતો.
રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર અવારનવાર આવા કાર્યક્રમોનું આયોજન કરતું રહે છે. જેનાથી રાજ્યના
બાળકોને એક નવું પ્લેટફોર્મ મળે છે, નવું જાણવા, નવું શીખવાનું મળે છે અને નવી તક ઊભી થાય છે. સાયન્સ &
ટેકનોલોજી ભણતરના દરેક તબક્કે ઉપયોગી બની રહે છે. સાથો સાથ ભવિષ્યના કારકિર્દી માટે નવા દરવાજા ખોલી
શકે છે.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ
ટેકનોલોજી અંતર્ગત રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર કાર્યરત છે. આરએસસી ભાવનગર, લોકોમાં વૈજ્ઞાનિક
શિક્ષણ અને વિજ્ઞાન પ્રત્યે જાગરૂકતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. શાળાના વિદ્યાર્થીઓમાં સાયન્ટીફીક
એપ્રોચ કેળવાય તે હેતુથી વિવિધ પ્રવૃતિઓ, લાઇવ ડેમોન્સ્ટ્રેશન, સાયન્ટીફીક એક્સપેરીમેન્ટ, STEM લર્નિંગ, વર્કીંગ
મોડેલ્સ તથા ઘણા બધા રાજ્ય સ્તરીય કાર્યક્રમો યોજવામાં આવે છે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. ગિરીશ
ગોસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.

Related Posts