અમરેલી

પ્રાકૃતિક ખેતીને વેગ: અમરેલી ખાતે લાઠી-બાબરા તાલુકાનાં કૃષિ સખી અને ખેડૂતો માટે વિશેષ એક દિવસીય તાલીમ યોજાઈ

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડઅમરેલી દ્વારા લાઠી-બાબરા તાલુકાના કૃષિ સખી-CRP માટે તા. ૧૧.૦૨.૨૦૨૬ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રઅમરેલી તથા કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગઅમરેલી ખાતે એક દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડિરેક્ટરશ્રી મહેશ ઝીડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રાકૃતિક ખેતીનું મહત્વતેના લાભો તેમજ ખેડૂતની આવક વધારવામાં તેની ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં લાઠી તાલુકાના એગ્રી આસિસ્ટન્ટશ્રી પ્રકાશભાઈ ગોહિલ તથા બાબરા તાલુકાના ટી.પી.એમ શ્રીરાજેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.  તેમણે તાલુકા સ્તરે ચાલી રહેલી પ્રાકૃતિક ખેતીની પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી.

તાલીમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રઅમરેલીના વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભોવિવિધ પાકોની નવી અને સુધારેલી જાતોખેતી પદ્ધતિપોષણ વ્યવસ્થાપન તથા ઉત્પાદન ખર્ચ ઘટાડવાના ઉપાયો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ ખાતે ખેડૂતોને વિવિધ પાકોમાં ઉપયોગમાં લેવાતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અંગે પ્રાયોગિક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જીવામૃતઘનજીવામૃતબીજામૃતદશપર્ણી અર્કનીમાસ્ત્ર જેવી ઇનપુટ્સની તૈયારી અને ઉપયોગ અંગે સીધી માહિતી આપવામાં આવી હતી.

પ્રાકૃતિક ખેતી દ્વારા રોગ તથા જીવાત નિયંત્રણજમીનની જીવંતતા વધારવીખર્ચ ઘટાડવો તેમજ પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રકારની તાલીમોથી પ્રાકૃતિક ખેતીને વધુ વેગ મળશે અને ખેડૂતોને ટકાઉખર્ચ ઘટાડતી તથા પર્યાવરણ મિત્ર ખેતી તરફ આગળ વધવાની પ્રેરણા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Related Posts