સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના સઘન પ્રયાસોને પરિણામે, ગુજરાતના
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન અંતર્ગત સાવરકુંડલા શહેરના
વિકાસ માટે ₹ ૧૯.૨૮ કરોડ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. આ ગ્રાન્ટ મંજૂર થવાથી
સાવરકુંડલા શહેરના વિસ્તારોમાં માર્ગ અને માળખાકીય સુવિધાઓનો કાયાકલ્પ થશે.
આ યોજના હેઠળ સાવરકુંડલા શહેરના અમરેલી રોડ ગેઈટ માં બોક્સ કલવર્ટ નું કામ 83.5
લાખ , શ્રમજીવી નગર -ઘનશ્યામ નગરમાં માં બોક્સ કલવર્ટ નું કામ 176.5 લાખ, નાવલી કંસારા
બજાર માં બોક્સ કલવર્ટ નું કામ 68 લાખ, ખોડીયાર ચોક હાથસણી માં બોક્સ કલવર્ટ નું કામ
102.45 લાખ, હાથસણી રોડ -રાધેશ્યામ સોસાયટી 94 લાખ બીડી કામદાર -મણીનગર 318
લાખ,વેલનાથ પરામાં બોક્સ કલવર્ટ નું કામ 16 લાખ,ખાદી કાર્યાલય વિસ્તારમાં માં બોક્સ કલવર્ટ
નું કામ 107લાખ, ગણેશનગર દીલાભાઈના તબેલા પાસે બોક્સ કલવર્ટ નું કામ 132 લાખ, મોમાઈ
મંદિર પાસે બોક્સ કલવર્ટ નું કામ 181 લાખ, રામજીમંદિર કેવડા પરા બોક્સ કલવર્ટ નું કામ 650
લાખ કુલ ૧૯.૨૮ કરોડ(૧૯૨૮ લાખ)ના કામોનું નવા બ્રિજનું નિર્માણ થશે. આ કાર્યોનું આયોજન
આગામી ૩૦ વર્ષના વિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લાંબાગાળે
ગ્રામીણ કનેક્ટિવિટી જાળવી રાખવાનો છે.
સાવરકુંડલા શહેરમાં નવા મંજૂર થયેલા કામોમાં ૧૧ નવા સ્ટ્રક્ચર (બોક્સ કલવર્ટ) નો
સમાવેશ થાય છે. આ નવા સ્ટ્રક્ચરના નિર્માણથી ચોમાસા દરમિયાન શહેરમાં કનેક્ટિવિટી અટકશે
નહીં અને નાગરિકોને અવર જવરમાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે. આ ખાસ આયોજન
ચોમાસાની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, જેથી પૂર કે વરસાદના કારણે
રસ્તાઓ બંધ ન થાય જેથી સાવરકુંડલા શહેરના બને વિસ્તારના લોકોને આ નવ નિર્માણધીન
બોક્સ કલવર્ટથી ફાયદો થશે.
ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતા
જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે સાવરકુંડલા શહેરના વિકાસ માટે
આટલી મોટી ગ્રાન્ટ મંજૂર કરી છે.
આ ગ્રાન્ટ અમારા વિસ્તારના લોકોની સુખાકારી અને વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ
સાબિત થશે. સરકાર શહેર વિસ્તારોના વિકાસ માટે કટિબદ્ધ છે અને આ યોજના તેનો ઉત્તમ
દાખલો છે.”આ વિકાસ કાર્યોની મંજૂરીથી સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી છવાઈ છે અને આશા છે
કે આ કામો ઝડપથી પૂર્ણ થશે, જેનાથી આ વિસ્તારના લોકોના જીવનધોરણમાં સકારાત્મક
પરિવર્તન આવશે.


















Recent Comments