અમરેલી

બ્રહ્માકુમારીઝ ધ્વારા જિલ્લા કલેકટર,જિલ્લા પોલીસ વડા, , જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા જેલ અધિક્ષક, વિભાગીય નિયામક, એસ.ટી.ડીવીઝન, પોલીસ હેડ કવાટર્સ, એસ.ટી.ડેપો ખાતે દિવ્ય રક્ષાબંધન કરેલ

તહેવારોએ આપણી સંસ્કૃતિના રક્ષકો છે. જીવ નમાં ઉમંગ ઉત્સાહ ટકાવી રાખવા માટે ભારતીય સંસ્કૃતિમાં અનેકવવિદ્ય તહેવાર ઉજવાય છે. જેમા રક્ષાબંધન જ એક માત્ર એવો તહેવાર છે. કે જે પવિત્ર સંબંધની યાદગારમાં ઉજવવામાં આવે છે. તે સ્નેહ સાત્વિક સંબંધ અને પવિત્રતાનો અનોખો તહેવાર છે.

રક્ષાબંધન એ કોઈ સાંસારિક બંધનમાં બાધવાનો તહેવાર નથી, પરંતુ આ એક એવું ઈશ્વરીય બંધન છે. જે સર્વ બંધનોમાંથી મુક્ત કરનાર છે. રક્ષાબંધન પવિત્રતાનું પ્રતિક છે. પવિત્રતા વિના સંસારમાં સુખશાંતિ સમૃધ્ધિ સંભવ નથી. સૌ પ્રથમચંદનનું શીતલ તિલક કરી પવિત્ર રક્ષાસુત્ર રાખડીએ શ્રેષ્ઠ કર્મનું પ્રતિક બાંધવામાં આવે છે. આ પવિત્ર દિવસે જિલ્લા કલેકટરશ્રી ભારદ્રાજ સાહેબને અમરેલી સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ.કુ, ગીતાબહેને રાખડી બાંધી ત્યાર બાદ એસ.પી.શ્રી સંજય ખરાત સાહેબ, તથા ડી.ડી.ઓ. શ્રી પંડયાસાહેબ જિલ્લા જેલ અધિક્ષકશ્રી પરમાર સાહેબ જિલ્લા જેલ જેલરશ્રી ચાનિયા સાહેબ, પોલીસ હેડ કવાટર્સમાં ડી.વાય.એસ.પી.શ્રી ગોહીલ સાહેબ, એસ.ટી.ડીવીઝનખાતે યાંત્રિક ઈજનેરશ્રી પ્રદિપસિંહ ગોહીલસાહેબ પરીવહન અધિકારીશ્રી બહેનશ્રી તેમજ એસ.ટી. ટેપો ખાતે ડેપોમેનેજરશ્રી કર મટાસાહેબને બ.કુ. ગીતાબહેન, બ્ર. કુ, કિજલબહેન,ભ.કુ. તૃપ્તિબહેન, બ્ર. કુ.મિતલીબહેન, બ્ર.દુ, કંચનબહેન તથા જ.કુભાઈ બહેનોએ અધિકારીશ્રીઓ તથા પોલીસ સ્ટાફ, જેલના તમામ કેદીભાઈઓ, એસ.ટી. વર્કશોપના તમામ કર્મચારીઓ, એસ.ટી.ડેપોના તમામ કંડક્ટરશ્રી તથા ડ્રાઈવરોને પણ રાખડી બાંધી આજના દિવસે જે કાંઈ વ્યસનો,અવગુણો અને ખરાબ આદતો હોય તે પરમાત્માને દાન કરવા જણાવવામાં આવેલ. ફિલ્ડ રીપોટર બ.કુ. આઈ.પી. બારડની યાદી જણાવે છે.

Related Posts