Breakfastમાં તમે પણ આ ભૂલો કરતા હોવ તો સાવધાન, જાણી લો સાચી રીત

વજન ઓછુ કરવાના ચક્કરમાં અનેક લોકો બ્રેકફાસ્ટ છોડી દેતા હોય છે, જેના કારણે સ્વાસ્થ્ય પર સૌથી મોટી ખરાબ અસર પડે છે. જો કે કેટલાક લોકો કેટલું પણ ખાવાનું ખાય તેમ છતાં એમનું વજન વધતુ હોતુ નથી. શરીરને પૌષ્ટિક આહારની ખૂબ જ જરૂરિયાત હોય છે જેથી કરીને વિકાસ સારો થાય અને સ્વાસ્થ્ય પણ સારું રહે. તો જાણી લો તમે પણ આ હેલ્ધી બ્રેકફાસ્ટ વિશે…
- સવારના જમવામાં તમે કાર્બોહાઇડ્રેટ, લીલા શાકભાજી અને પોષક તત્વોથી ભરપૂર ફળને એડ કરી શકો છો. જેનાથી તમારા શરીરની નબળાઇ દૂર થાય છે અને તમારામાં આખો દિવસ સ્ટેમિના રહે છે. જો તમે ડાયટિંગ કરી રહ્યા છો તો આ ફુડ તમારા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.
- સવારના સમયમાં અનેક લોકો નાસ્તો કરવાનું છોડી દેતા હોય છે અને પછી ખાવાનું ખાય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આનાથી પાચન સંબંધિત તકલીફો થાય છે. જે શરીરને નબળું કરવાનું કામ કરે છે. આ સાથે જ તમને અનિદ્રાની સમસ્યા પણ થઇ શકે છે.
- ઘણાં લોકો સવારમાં નાસ્તો કરવાની જગ્યાએ માત્ર ફ્રૂટ જ્યૂસ જ પીતા હોય છે. ફ્રૂટ જ્યૂસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પરંતુ સવારનો બ્રેકફાસ્ટ તો દરેક લોકોએ લેવો જ જોઇએ. માત્ર ફ્રૂટ જ્યૂસ પીવાથી શરીરમાં ફાઇબર, કેલરી અને વિટામીનની ઉણપ થઇ શકે છે, જેના કારણે શરીરને પોષણ ના મળવાને કારણે અનેક બીમારીઓમાં તમે સપડાઇ શકો છો.
- સવારનો નાસ્તો હંમેશા પ્રોટીનથી ભરપૂર હોવો જોઇએ. પ્રોટીનથી ભરપૂર નાસ્તો હોય તો તમને આખા દિવસનો થાક લાગતો નથી અને તમે મજબૂત રહો છો.
સવારના બ્રેકફાસ્ટમાં તમે ઇંડા, લીલા શાકભાજી, પૌંઆ, ઢોકળા, બ્રેડ જેવી અનેક વસ્તુઓને એડ કરી શકો છો.
Recent Comments