ગુજરાત

ગીર સોમનાથમાંથી જીન્ઇ ઓફિસમાંથી લાંચિયો અધિકારી ૧ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથે એસીબી દ્વારા ઝડપાયો

એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા ગીર સોમનાથમાંથી જીન્ઇ ઓફિસમાંથી આ લાંચિયો અધિકારી ૧ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
આ ઘટના ની વાત કરી તો, ગીર સોમનાથ જિલ્લાની એસ.એલ.આર કચેરીમાં ફરિયાદીએ પ્રોપર્ટીકાર્ડ કઢાવવા માટે પ્રમોલગેશનની અરજી આપેલી હતી અને જે અરજી મંજૂર કરવાની કાર્યવાહી કરવાના આક્ષેપિતે અરજદાર પાસેથી રૂપિયા ૧,૫૦,૦૦૦ની ગેરકાયદેસર લાંચની રકમની માગણી કરવામાં આવી હતી અને આ બાબતે રકઝકના અંતે આક્ષેપિતે રૂપિયા ૧,૩૦,૦૦૦માં કામ કરી આપવાનું નક્કી કર્યું હતું. જે પૈકી રૂપિયા ૧,૦૦,૦૦૦ આજે ફરિયાદી પાસે મગાવવામાં આવ્યા હતા અને બાકીના રૂપિયા ૩૦,૦૦૦ પછીથી આપવાનું કહ્યું હતું. આમ, ફરીયાદીએ લાંચની રકમ આપવા માગતા ન હોય ગીર સોમનાથની છઝ્રમ્ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં આજ રોજ ફરિયાદીની ફરિયાદના આધારે લાંચનું છટકુ ગોઠવીને એસ.એલ.આર.કચેરી, ઈણાજ ખાતે આરોપીને સ્થળ પરથી જ રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે.

Related Posts