આજરોજ અમરેલી જીલ્લા ભાજપ દ્વારા ૧૪મી એપ્રિલ ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિતે ૧૫
એપ્રિલ થી ૨૫ એપ્રિલ સુધીના જીલ્લા સ્તરીય બૌદ્ધિક સંમેલન કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં પ્રદેશ ભાજપ તરફથી વિવિધ
વક્તાઓ દ્વારા ડૉ.બાબા સાહેબ આંબેડકરજીના જીવન વિવિધ સ્તરે આપવામાં આવેલા સન્માનની તુલનાત્મક ચર્ચા કરવી
તેમજ બંધારણની જોગવાઈઓ અને ભાજપે બંધારણ પ્રત્યે આદર્શ દર્શાવ્યા છે તેની ચર્ચા કરી હતી. આ તકે પ્રદેશ ભાજપ
તરફથી વક્તા તરીકે બ્રિજરાજસિહ ઝાલા તેમજ અનિરુદ્ધભાઈ પઢીયાર આ બૌદ્ધિક સંમેલનમાં ઉપસ્થિત કાર્યકર્તાઓને
માર્ગદર્શન આપેલ. આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસીયા, પ્રદેશ ભાજપ
બક્ષીપંચ મોરચાના મંત્રી શ્રી મયુરભાઈ માંજરીયા, કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી મનોજભાઈ મહીડા, સહ ઇન્ચાર્જ શ્રી સાગરભાઈ
સરવૈયા, શ્રી સંદીપભાઈ સોલંકી, અનુ.જાતિ મોરચાના પ્રમુખ શ્રી કેશુભાઈ વાઘેલા, તથા જીલ્લાના હોદેદારશ્રીઓ,
આગેવાનશ્રીઓ, મંડલ ના પ્રમુખશ્રીઓ, મંડલ મોરચાના હોદેદારશ્રીઓ, વિવિધ વેપારીશ્રીઓ, વકીલશ્રીઓ, વિવિધ સંસ્થાના
આગેવાનશ્રીઓ, બૌદ્ધિક આગેવાનશ્રીઓ સહીતના સૌ કોઈ કાર્યકર્તાશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારાપ્રદેશ ભાજપમાંથી બ્રિજરાજસિહ ઝાલા તેમજ અનિરુદ્ધભાઈ પઢીયાર ઉપસ્થિત રહ્યા

Recent Comments