અમરેલી

ખેલ મહાકુંભ અંતર્ગત સાવરકુંડલા તાલુકા કક્ષાની  સ્પર્ધામાં ગુરુકુળના વિદ્યાર્થીઓની ઝળહળતી સિદ્ધિ

સાવરકુંડલા તાલુકા કક્ષાની અલગ અલગ સ્પર્ધાઓ માં ગુરુકુળના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. સંસ્થાના વડા શ્રી ભગવદપ્રસાદદાસજી અને પ્રમુખ શાસ્ત્રી શ્રી હરિપ્રસાદ દાસજીના આશીર્વાદ તથા કોઠારી શ્રી અક્ષરમુકતદાસજી સ્વામીના આશીર્વાદથી વિદ્યાર્થીઓએ વિવિધ કેટેગરીમાં મેડલ પ્રાપ્ત કર્યા છે. જેમાં સૌ પ્રથમ  જેસર રોડ ગુરુકુળ ચેસ U – 11 માં તાલુકા માં પ્રથમ મંત્ર પ્રકાશ ભાઈ પટેલ  , U 17 માં હર્ષલ અરવિંદભાઈ ચોટલિયા સાવરકુંડલા તાલુકામાં પ્રથમ જેસર રોડ ગુરુકુળ જ્યારે કોલેજ રોડ ગુરુકુળ ચેસ U-11 બહેનોની કેટેગરીમાં ક્રમશઃ ત્રિવેદી ત્રિશા (પ્રથમ), જાડેજા ધાર્મિબા (દ્વિતીય), અને ખસિયા જીયા (તૃતીય) શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક વિદ્યાલય, કોલેજ રોડ,સ્થાન મેળવી વિજય મેળવ્યો છે, જ્યારે U-11 ભાઈઓમાં જોશી મિહિરે (દ્વિતીય) અને દેસાઈ હાર્દ (તૃતીય) શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ એ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત U-14 કેટેગરીમાં રાવલ વિરાજ અને U-17 કેટેગરીમાં ત્રિવેદી અનામિકાએ પ્રથમ સ્થાન મેળવીને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિધાલય સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ એ ગુરુકુળનું નામ રોશન કર્યું છે. જ્યારે વોલીબોલ સ્પર્ધા મા U, 14 તથા U. 17 ભાઈઓમાં જેસર રોડ ગુરુકુળના વિદ્યાર્થીઓ સાવરકુંડલા તાલુકા માં પ્રથમ નંબર મેળવ્યો છે.ડાયરેક્ટર  ગિરીશભાઈ વ્યાસના નેતૃત્વ હેઠળ, P.T. શિક્ષકો ઝાલા દિગ્વિજયસિંહ અને દીપકભાઈ વાળા તથા ધર્મરાજસિંહ ઝાલાની મહેનત થી આ સિધ્ધિ વિધાર્થીઓ હાંસલ કરી શક્યા છે. તમામ વિભાગના આચાર્યશ્રીમાં  દીપેશભાઈ પંડ્યા, હરેશભાઈ મહેતા,  કૌશિકભાઇ ગોસ્વામી, કમલેશભાઈ ચુડાસમા,  ગૌરાંગભાઈ મહેતા, શ્રીમતી વૈશાલીબેન પટેલ સહિત સમગ્ર શાળા પરિવારે આ સિદ્ધિ પર ગર્વ અને આનંદની લાગણી વ્યક્ત કરી છે. વિદ્યાર્થીઓની આ સફળતા બદલ સંતોએ શુભેચ્છાઓ પાઠવી છે અને શાળા પરિવારે તમામ વિજેતાઓને અભિનંદન આપ્યા છે.

Related Posts