બોટાદ તાજેતરમાં તા.17/18 જાન્યુઆરી 2026ના રોજ દિન્શા પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચારુસાત યુનિવર્સિટી ચાંગા આણંદ ખાતે યોજાયેલી 15મી નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ગઢડા – બોટાદ ના કરાટે ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિવિધ કેટેગરીમાં કુલ 5 મેડલ જીતી જિલ્લાનું નામ રોશન કર્યું છે.
આ સ્પર્ધામાં દેશભરના તમામ રાજ્યોમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો. કઠિન સ્પર્ધા વચ્ચે
(1.)શાહ પર્વ ઋષભકુમાર -10 વર્ષ અને – 25 કિલો વજન શ્રેણીમાં તૃતીય ક્રમાંકે બ્રોન્ઝ મેડલ
(2.) રાઠવા શિવમ સુરેશભાઈ -11 વર્ષ અને – 30 કિલો વજન શ્રેણીમાં તૃતીય ક્રમાંકે બ્રોન્ઝ મેડલ
(3.) કુકડીયા ખુશી જગદીશભાઈ-12 વર્ષ અને – 42 કિલો વજન શ્રેણીમાં ત્રીજા ક્રમાંકે બ્રોન્ઝ મેડલ વિજેતા
(4.) શેખ આફ્રિદી તોસિફભાઈ -13 વર્ષ અને – 40 કિલો વજન શ્રેણીમાં તૃતીય ક્રમાંકે બ્રોન્ઝ મેડલ વિજેતા
(5.) પરમાર તનવીર વિપુલભાઈ -13 વર્ષ અને – 45 કિલો વજન શ્રેણીમાં દ્વિતીય ક્રમાંકે સિલ્વર મેડલ વિજેતા
બોટાદના ખેલાડીઓએ કુલ 5 મેડલ મેળવી મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી હતી.
આ સફળતા માટે વાલીઓ, સ્કૂલ અને ખાસ તેમના કોચ ત્રણ ડિગ્રી બ્લેક બેલ્ટ રાઠોડ લાલજીસર પોતે સપોર્ટ કરાટે એસોસિયેશન બોટાદના પ્રમુખ છે તેમની મહેનત, યોગ્ય માર્ગદર્શન અને ખેલાડીઓની નિયમિત તાલીમ મહત્વપૂર્ણ રહી હતી. ચેમ્પિયનશિપમાંથી પરત ફર્યા બાદ ખેલાડીઓનું શાળા, ક્લબ, સંસ્થા, દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, “આ પ્રકારની સિદ્ધિઓ યુવાઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારશે અને ભવિષ્યમાં વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની સફળતાઓ મળશે.”

















Recent Comments