fbpx
અમરેલી

BSNL દ્વારા અમરેલી અને લાઠીમાં ફરિયાદ નિવારણ માટે ટેલિફોન અદાલતનું આયોજન

અમરેલી દુરસંચાર વિભાગ પોતાના ગ્રાહકો માટે વારંવાર થતી ફરિયાદોના નિવારણ તથા સંતોષકારક સેવા માટે સતત પ્રયત્નશીલ છે. આમ છતાં અમરેલી અને લાઠીના કોઈપણ ગ્રાહકની ફરિયાદ હોય અને સબંધિત અધિકારીઓને જાણ કરવા છતાં નિરાકરણ ન આવ્યું હોય તો તેવા ટેલિફોન ધારકો માટે ખાસ ટેલિફોન અદાલતનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ ૩૦/૭/૨૦૨૧ ના રોજ અમરેલી ટેલિફોન ઓફિસ ખાતે અને ૦૩/૦૮/૨૦૨૧ ના રોજ લાઠી ટેલિફોન ઓફિસ ખાતે રાખવામાં આવ્યો છે. ટેલિફોન ધારકોએ સાવરકુંડલા માટે ૨૯/૭/૨૦૨૧ સુધીમાં અને લાઠી માટે ૨/૦૮/૨૦૨૧  સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે. આ અરજીઓ સાદા કવરમાં ટેલિફોન અદાલત ૨૦૨૧-૨૦૨૨ લખીને મોકલી આપવા BSNL તરફથી મળેલ યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts